Connect Gujarat
ભરૂચ

નર્મદા : બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે 2 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાય…

એકતાનગર સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે 2 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

નર્મદા જિલ્લાના એકતાનગર સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે 2 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના એકતાનગર સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય કોન્ફરન્સ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલની અધ્યક્ષતામાં યોજાય હતી. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કિંગ સેક્ટરમાં આવેલા સુધારાઓ, પડકારો, કો-ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાની ભૂમિકા તેમજ સહકારી ક્ષેત્ર સાથે એક તંદુરસ્ત સ્પર્ધા સાથે આગળ વધી શકાય તે છે, અને તે માટે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંતોની પેનલ દ્વારા કો-ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના દેશના તમામ ડિસ્ટ્રીક્ટ બેન્કો, સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક તેમજ અર્બન બેન્કોના તમામ પ્રતિનિધિઓને શિક્ષણ પુરુ પાડી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ RBI દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં કરવામાં આવેલા સુધારા સહિત આવનારા પડકારોને નિયંત્રિત કરવા તેમજ બેન્કોમાં આવી રહેલા પરિણામાત્મક સુધારાઓ વિશેની નાગરિકોને જાણકારી મળી રહે તે દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ભારતની વિવિધ સહકારી બેંકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story