/connect-gujarat/media/post_banners/b83cf5fbb6e51a3d355216261db904c46ae5cbe863c8bada0fad83902af37899.jpg)
નર્મદા જિલ્લાના ડેડીયાપડાના ધારાસભ્ય મહેશ વસાવાના ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે. મહેશ વસાવાનું નિવેદન સામે આવ્યું કે, તેઓ ભાજપમાં નહીં જોડાય.
ચૂંટણી ટાણે ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક અટકળ સામે આવી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાંથી ડેડીયાપાડા બેઠક પર ટિકિટ આપવાની ચાલતી અટકળો વચ્ચે મહેશ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ધારાસભ્ય મહેશ વસાવાએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં નથી જોડાવાના, પણ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જ રહેશે. આ સાથે જ તેઓએ ભાજપમાંથી દેડીયાપાડા બેઠક પરથી ચૂંટણી લડવાની વાતને પણ અફવા ગળાવી હતી.