Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નબીપુર સહિતના પંથકમાં DGVCL દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયું, વીજચોરીના 4 બનાવો સામે આવ્યા..

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારે લોકો ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા, તે સમયે DGVCLની 15 જેટલી વીજ ચેકીંગની ટીમો ત્રાટકી હતી

X

નબીપુર સહિતના પંથકમાં DGVCL દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુ

નબીપુર, હિંગલ્લા, સીતપોણ, કરગટ ગામે ઉતરી DGVCLની ટીમ

પોલીસ બંદોબસ્તને સાથે રાખી વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

નબીપુર ગામમાંથી 4 જેટલા વીજચોરીના બનાવો સામે આવ્યા

ચેકીંગ દરમ્યાન નબીપુરના ગ્રામજનોનો DGVCLને સહકાર મળ્યો

ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં શિયાળાના પરોઢિયે DGVCL દ્વારા પોલીસ બંદોબસ્તને સાથે રાખી વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારે લોકો ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા, તે સમયે DGVCLની 15 જેટલી વીજ ચેકીંગની ટીમો ભરૂચ જિલ્લાના નબીપુર, હિંગલ્લા, સીતપોણ અને કરગટ ગામ ખાતે ઉતરી આવી હતી, જ્યાં પોલીસ બંદોબસ્તને સાથે રાખી રહેણાક વિસ્તારોમાં સધન વિજ ચેકીંગ હાથ ધરાયુ હતું.

વીજ ચેકીંગ દરમ્યાન બિનસત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાંથી 4 જેટલા વીજચોરીના બનાવો સામે આવ્યા છે. ચેકીંગ દરમ્યાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નબીપુરનો વિશેષ સહકાર DGVCLની ટીમોને મળ્યો હતો. વીજ ચેકીંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતે ગામના પડતર વીજ કામને લાગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજૂઆત કરી હતી. વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરાવવાની ખાત્રી અપાય હતી. તો બીજી તરફ, વીજ કંપનીની તપાસ કામગીરીના પગલે આસપાસના પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Next Story