"રંગ બરસે" : ભરૂચમાં યોગ પરિવાર દ્વારા હોળી-ધુળેટી પર્વની આગોતરી ઉજવણી કરાય...

"રંગ બરસે" : ભરૂચમાં યોગ પરિવાર દ્વારા હોળી-ધુળેટી પર્વની આગોતરી ઉજવણી કરાય...
New Update

રંગોના તહેવાર હોળી-ધુળેટીની ઉજવણી યાદગાર બની રહે તે માટે યોગ પરિવાર, ભરૂચ દ્વારા કુંજરેસી પ્લાઝા ખાતે "રંગ બરસે" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત કુંજરેસી પ્લાઝા ખાતે યોગ પરિવાર, ભરૂચ દ્વારા "રંગ બરસે" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ભરૂચ મહિલા પતંજલિ યોગ સમિતિ, ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી હોળી-ધુળેટીના ઉત્સવની આગોતરી ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે કરી હતી. બહેનોએ એકબીજાને રંગ લગાવી, યોગની વિવિધ કૃતિઓ બનાવી, ફુલોથી હોળી રમી આનંદ ઉલ્લાસ સાથે હોળી-ધુળેટીનો તહેવાર ઉજવ્યો હતો. જેમાં અતિથિ તરીકે એડવોકેટ એન્ડ નોટરી પ્રકાશ મોદી, બિના મોદી, અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના સીઈઓ અનુરાગ દુબે, ગાયત્રી સોલંકી અને પ્રકાશચંદ્ર પટેલ, હેમા પટેલ, ભાવના સાવલીયા, અંજલિ ડોગરા, મીનાક્ષી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુંજરેસી પ્લાઝા અને ચંદ્રદર્શન સોસાયટીની બહેનો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

#Bharuch #India #ConnectGujarat #"Rang Barse" #Holi-Dhuleti festival #pre-celebrated #yoga family
Here are a few more articles:
Read the Next Article