Connect Gujarat
ભરૂચ

આતંકી તાર સાથે જોડાયેલા સંવેદનશીલ ભરૂચમાં લો એન્ડ ઓર્ડર જાળવવા અપાશે વિશેષ ધ્યાન : ગૃહમંત્રી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી ભરૂચની ઔપચારિક મુલાકાત ભોલાવ સર્કિટ હાઉસમાં જિલ્લા મોવડી મંડળ સાથે કરી બેઠક સંવેદનશીલ ભરૂચમાં લો એન્ડ ઓર્ડર જાળવવા વિશેષ ધ્યાન

X

અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાના તાર ભૂતકાળમાં દેશ વિદેશમાં ઘટેલી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શુક્રવારે મોડી સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભરૂચની ઔપચારિક મુલાકાતે આવી પોહચ્યા હતા.

ગૃહમંત્રીએ ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપના આગેવાનો, સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા પરામર્શ કરી હતી. ગૃહમંત્રીએ વિશેષમાં ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ હોય અને ભૂતકાળમાં દેશ-વિદેશમાં ઘટેલી આતંકી પ્રવૃત્તિઓના તાર ભરૂચ સાથે જોડાયેલા હોય, ત્યારે લો એન્ડ ઓર્ડર જાળવી રાખી, શાંતિ બની રહે તે માટે વિશેષ ચર્ચા કરી જિલ્લા મોવડી મંડળને ખાતરી આપી હતી. ગૃહમંત્રી પાસે રમત ગમતનો પણ સ્વતંત્ર હવાલો હોય આગામી સમયમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સાંસદ ખેલ કુંભ અંગે પણ વિગતવાર ચર્ચા આ બેઠકમાં કરાય હતી. સમગ્ર બેઠક દરમ્યાન સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી નીરવ પટેલ સહિત જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, ડીવાયએસપી ચિરાગ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story