અંકલેશ્વરની દીકરી બની ડે.કલેક્ટર
આદિવાસી દીકરીએ મહેનત થકી મુકામ હાંસલ કર્યો
ગ્રામજનો દ્વારા દીકરીનું કરવામાં આવ્યુ સન્માન
અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામની આદિવાસી દીકરી જી.પી.એસ.સીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળકી ડેપ્યુટી કલેક્ટર બનતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મૂળ સંતરામપુર અને હાલ અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામમાં રહેતા ભરતભાઈ રાઠોડ અશિક્ષિત છે જ્યારે તેઓના પત્ની ધોરણ-4 સુધી જ અભ્યાસ કર્યો છે.ગરીબ પરિવારે પોતાની લડક્વાઇ દીકરી ઉર્મિલા રાઠોડ શિક્ષિત બને તે માટે તેણીને સપોર્ટ કર્યો હતો
જીતાલી ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ધોરણ-8થી 10 સુધીનો અભ્યાસ પણ ગામની જ શાળામાં લીધો છે.જે બાદ અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ધોરણ-11 અને 12માં ટ્યુશન વિના જ શિક્ષણ મેળવ્યું હતું.જ્યારે કડકિયા કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.
આટલેથી પણ નહીં અટકતા ઉર્મિલા રાઠોડએ જી.પી.એસ.સીની સ્પર્ધાત્મક પરીક્ષામાં કાઠું કાઢ્યું હતું.જેની તેમાં સફળ થતાં ઉર્મીલાનો મામલતદાર તરીકેનો ઓર્ડર જન્મ સ્થળ સંતરામપુર ખાતે ગયો હતો જ્યાંથી સંબંધીઓએ નિમણૂંક પત્ર જીતાલી સ્થીત ઊર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તેઓ નોકરીથી વંચિત રહી ગયા હતા જે બાદ તેણીએ વધુ મહેનત કરી જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરતાં ફળ સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા અને તેઓને વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર નિમણૂંક થતાં આદિવાસી પરિવારમાં ખુશનો માહોલ જોવા મળ્યો હતો.
ઉર્મિલા રાઠોડ આગામી 19મી ડિસેમ્બર ના રોજ ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે ત્યારે પરિવારજનો અને ગામના આગેવાનોએ દીકરીને ફૂલહારથી કરી શુભેચ્છાઓ પાઠવી હતી.