New Update
/connect-gujarat/media/post_banners/6f5f7726163bc037ebf4cff8601eaf1f714b9f2718b50d740bc4dec24e3b4bee.webp)
ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે દ્વિદિવસીય સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસથી ABC ચોકડી સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત વિવિધ કમિટીના ચેરમેન, પાલિકા ચીફ ઓફિસર અને અન્ય કર્મચારીઓ પણ સફાઈકર્મીઓ સાથે હાથમાં ઝાડુ લઈ જોડાયા હતા. આ સાથે જ આવતીકાલે રવિવારના રોજ પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.