ભરૂચ : પતંગ ઉદ્યોગ થકી વર્ષભરનો રોટલો રળતા કાગળના કસબીઓ, જંબુસરના બજારમાં જોવા મળ્યા અવનવા પતંગો

મકરસક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગો, મેટલ પેપર, જૂન, રોકેટ, ખંભાતી, મોટુ પતલુ, ગુલ્લાદાર પતંગોએ આકર્ષણ જમાવ્યું છે.

ભરૂચ : પતંગ ઉદ્યોગ થકી વર્ષભરનો રોટલો રળતા કાગળના કસબીઓ, જંબુસરના બજારમાં જોવા મળ્યા અવનવા પતંગો
New Update

પતંગ ઉત્સવને હવે બાકી રહ્યા છે ગણતરીના જ દિવસો

જંબુસર પંથકના બજારમાં અવનવા પતંગો જોવા મળ્યા

અયોધ્યા સહિતના વિવિધ પતંગોએ આકર્ષણ જમાવ્યું

જંબુસરના પતંગો રાજ્યભરમાં પ્રખ્યાત : પતંગના વેપારી

પતંગોનું વેંચાણ કરી જીવનનિર્વાહ ચલાવતા વેપારીઓ

પતંગ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકના પતંગ બજારમાં અવનવી વેરાયટી સાથેની પતંગો જોવા મળી રહી છે. સમગ્ર ભારતમાં 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવે છે . જેને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે ભરૂચના જંબુસર નગરમાં પતંગ અને દોરાનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે.

તેવામાં જંબુસરની પતંગો ગુજરાતભરમાં પ્રખ્યાત છે. મકરસક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગો, મેટલ પેપર, જૂન, રોકેટ, ખંભાતી, મોટુ પતલુ, ગુલ્લાદાર પતંગોએ આકર્ષણ જમાવ્યું છે. આ સાથે જ ત્રિવેણી કાગળ, કલકત્તી કાગળ, અજન્ટા કાગળ ઉપરાંત રંગીન તેમજ સફેદ બટર પેપર અને વાંસની કામળી જેવા પતંગોનું વેંચાણ કરી મરાઠા, ડબગર અને દેવીપૂજક સમાજના લોકો પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે.

જોકે, જંબુસર નગરમાં સુરત, ભરૂચ,વડોદરા અને અમદાવાદથી પતંગ રસિકો પતંગ ખરીદવા જંબુસર આવે છે, જ્યાં રૂ. ૧૦થી લઈ ૫૦૦ના ભાવથી ૨૦ નંગ કોળી તથા રૂ. ૧૨૦થી લઈ ૨,૦૦૦ સુધીની પતંગો ૧૦૦ નંગ પ્રમાણે ઉપલબ્ધ છે. પતંગો પર PM મોદી, ચંદ્રયાન અને આ વર્ષે ચલો અયોધ્યા જેવી વિવિધ ડિઝાઇનોની પતંગોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. કાગળના કસબીઓ પતંગ ઉદ્યોગ થકી વર્ષભરનો રોટલો રળી લેતા હોય છે. તો પતંગરસિકો માટે તે આનંદ પ્રમોદ પીરસી જીંદગીમાં ખુશીઓનો ભંડાર ભરે છે.

#GujaratConnect #ચૂંટણી 2024 #kitefestival #પતંગ ઉત્સવ #jambusar News #Bharuch kite industry #પતંગ ઉદ્યોગ #કાગળના કસબીઓ #જંબુસર પતંગ બજાર #પતંગ બજાર #Kite Market Jambusar #kIte Making #મકરસક્રાંતિ
Here are a few more articles:
Read the Next Article