ભાવનગર : દીવાલ ધરાશાયી થતાં 3 મજૂરોના મોત, આરીસા ભુવન જૈન ધર્મશાળામાં રીપેરીંગ વેળા બની ઘટના

New Update
ભાવનગર : દીવાલ ધરાશાયી થતાં 3 મજૂરોના મોત, આરીસા ભુવન જૈન ધર્મશાળામાં રીપેરીંગ વેળા બની ઘટના

ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આરીસા ભુવન જૈન ધર્મશાળામાં રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં 5 જેટલા મજૂરો કાટમાળ નીચે દબાયા હતા. દીવાલ નીચે દબાઈ જવાથી 3 મજૂરોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

યમરાજાના આગમન સાથે આજે રવિવારની સવાર ભાવનગર માટે માઠા સમાચાર લઈને આવી હતી. પાલીતાણા સ્થિત આરીસા ભુવન જૈન ધર્મશાળા સમારકામ ચાલી રહ્યું હતું, તે દરમ્યાન અચાનક જ જૂની ધર્મશાળાની દીવાલ  ધરાશાયી થતા પાંચ જેટલા મજૂરો કાટમાળ નીચે દબાયા હતા. દીવાલ  ધરાશાયી  થવાની ઘટનાને પગલે લોકોમાં અફરાતફરીનો

માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, આરીસા ભુવન જૈન ધર્મશાળા ખાતે દીવાલ  ધરાશાયીના બનાવમાં ઘટના સ્થળે જ 2 મજૂરોના મોત નીપજ્યા હતા, જ્યારે 3 મજૂરો ગંભીર રીતે ઇજા પામતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ 1 મજૂરનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવમાં કુલ 3 મજૂરોના મોત નીપજ્યા છે, જે અંગે પાલિતાણા પોલીસે વધુ તપાસ હાથ

ધરી છે.

Latest Stories