New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/08092749/7.jpg)
ભાવનગરના પાલીતાણા હસ્તગીરી જૈન દેરાસર મંદિરના પાછળના ભાગ પર આવેલ ડુંગરમાં આજે કોઈ કારણોસર આગ લાગી હતી, ફોરેસ્ટ વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ રેવન્યુ વિસ્તારમાં આગ લાગી છે, બનાવને લઇ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ડુંગર પર પ્રસરેલી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે,
આગના બનાવને લઇ હાલ ફોરેસ્ટ વિભાગની ટીમ સ્ટેન્ડબાય છે અને રેવન્યુ વિસ્તારમાં વિચરતા પ્રાણીઓનું રેફ્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે, અગાઉ પણ પાલીતાણા ડુંગરોમાં વિકરાળ આગ લાગી હોવાના બનાવો સામે આવેલા છે, ત્યારે આજે ફરી એક વખત હસ્તગીરીના ડુંગરમાં આગ લાગતા રેવન્યુનો જંગલ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો હતો સદ્દનસીબે આ આગની ઘટનામાં કોઇ વન્ય પ્રાણીને નુકસાન થવા પામ્યું નથી.
Latest Stories