ભાવનગર : કોવિડ વેક્સિન બાબતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, ટેસ્ટિંગ-ટ્રેકીંગની કામગીરીને વધુ સઘન બનાવવાશે

ભાવનગર : કોવિડ વેક્સિન બાબતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, ટેસ્ટિંગ-ટ્રેકીંગની કામગીરીને વધુ સઘન બનાવવાશે
New Update

સમગ્ર રાજ્યમાં પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસો વધી રહેલા છે. રાજ્ય સાથે ભાવનગર જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસોની ગંભીરતા પારખી કોરોના આ કપરા સમયમાં કોરોનાનું નિયંત્રણ જિલ્લામાં થાય તથા કોરોનાનું સંકરણ વધુ ન ફેલાય તે માટે જિલ્લાના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરએ વિડીયો કોન્ફરન્સ થકી સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું.

ભાવનગર જિલ્લા કલેકટરએ જિલ્લામાં કોરોનાના વધતાં સંક્રમણની પરિસ્થિતિ અંગેની સ્થળ સ્થિતિની વાસ્તવિકતાની જાણકારી મેળવી ઉપસ્થિત તાલુકાના અધિકારીઓને જણાવ્યું હતું કે, કોરોના સામે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે ટેસ્ટિંગ અને ટ્રેકીંગની કામગીરીને વધુ અસરકારક બનાવવા પર ભાર મુકેલ છે. ભાવનગર જિલ્લામાં પણ આ કામગીરી અસરકારક રીતે થાય અને કોરોનાના કેસ શોધી દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રેસીંગ ઉપર પણ વિશેષ ભાર આપવાનું જણાવી કોરોના સંક્રમિત વ્યક્તિના છેલ્લા ૪૮ કલાકમાં સંપર્કમાં આવેલ વ્યક્તિઓને શોધી તેમના પણ ટેસ્ટિંગ કરવા અને સારવાર આપવા પણ જણાવ્યું હતું. જિલ્લામાં બિનજરૂરી લોકોની અવર જવર બંધ થાય તે માટે કડક પગલાં લેવા પણ સબંધિત અધિકારીઓને તેમણે સૂચના અપાઈ હતી. તો સાથે જ તમામ નાગરિકોએ ઘરની બહાર નિકળતી વખતે અવશ્ય માસ્કનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરે અને માસ્ક વગરના લોકો સામે કડક કાર્યવાહી કરે. આ ઉપરાંત ૪૫ વર્ષથી વધુ વયના લોકોને અવશ્ય વેકસીન લે તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું.

#Connect Gujarat #Bhavnagar #Meeting #District Collector #chairmanship #Bhavnagar Collector
Here are a few more articles:
Read the Next Article