ભાવનગર : સિરોહના યુવકે મુખ્ય બજારમાં જાતે સળગી આત્મહત્યા કરતા નાસભાગ મચી

New Update
ભાવનગર : સિરોહના યુવકે મુખ્ય બજારમાં જાતે સળગી આત્મહત્યા કરતા નાસભાગ મચી

ભાવનગર જિલ્લાના સિહોરની મુખ્યબજારમાં આજે બપોરના સમયે જાહેરમાં આત્મહત્યાનો મામલો બનતા નાસભાગ મચી હતી. અહીં પ્રિન્ટિંગ પ્રેસ ધરાવતા એક યુવકે જાતે જ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાપી દેતા સળગી ઉઠ્યો હતો. યુવકે સળગતી હાલતમાં જ દોડાદોડ કરતા નાસભાગ મચી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું મોત નિપજતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટના અંગે સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરમાં રહેતો અને પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતા બ્રાહ્મણ યુવાન નિલેષ ગણપતભાઈ પંડ્યા ઉ.વ.47 નામના યુવાને સિહોર મેઈન બજારમાં શુભલક્ષ્મી શોપિંગ મોલ પાસે કોઈ અકળ કારણોસર કોઈ જ્વલનશીલ પ્રવાહી જાતે શરીર પર છાંટી કાંડી ચાંપી દેતા આધેડ ભડભડ સળગી ઉઠ્યો હતો અને ભર બજારમાં બચાવો બચાવોની બૂમ પાડતાં બજારમાં નાસભાગ મચી જવા સાથે બિહામણો માહોલ સર્જાયો હતો. જોકે કોઈ વ્યક્તિ સળગતા યુવાનને ઠારે આગ ઓલવે એ પૂર્વે આધેડનું શરીર નેવું ટકાથી વધુ દાઝી ગયું હોય જેને લઈને ઘટના સ્થળે દમ તોડ્યો હતો અને ઘટના સ્થળે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા.

આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી મૃતકના પરીજનોના નિવેદનો નોંધવા સહિતની તજવીજ હાથ ધરી હતી આધેડ ભરેલ અઘટિત પગલાનુ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે પરંતુ લોકો માં થતી ચર્ચાઓ મુજબ મૃતક યુવાન નો પ્રિન્ટીંગ પ્રેસ લાંબા સમયથી બંધ હોય જેને પગલે આધેડ આર્થિક સંકળામણ અનુભવી રહ્યો હતો મૃતકને સંતાનમાં એક 20 વર્ષીય પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે હાલમાં પોલીસે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

Latest Stories