/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/01180210/maxresdefault-11.jpg)
ભાવનગરમાં
છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો આતંક મચાવી રહયાં હોવાથી લોકોમાં ભયનો માહોલ
જોવા મળી રહયો છે. ગઈ કાલે રાત્રે શહેરના વોરાબજાર રોડ પર કેટલાક અસામાજિક તત્વોએ
વાહનોમાં તોડફોડ સાથે આગચંપી કરી હતી.
ભાવનગરના
વોરાબજાર રોડ પર બર્ટન લાઈબ્રેરી પાછળ મણિયાર શેરીમાં રાત્રીના એક થી દોઢ વાગ્યાના
સમયે અજાણ્યા
ઇસમોએ આતંક મચાવ્યો હતો. અસામાજીક તત્વોએ શેરીમાં પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ
કરી આગ ચાંપી દીધી હતી. બનાવના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના
બાદ ફાયર ઓફિસર ઘનશ્યામસિંહ વાળા ફાયર સ્ટાફ સાથે દોડી આવ્યાં હતાં અને આગને બુઝાવી હતી. ગંગા જળીયા પોલીસ
સ્ટેશનના પી.આઇ. વી.પણવીય પોલીસ કાફલા સાથે દોડી આવ્યાં હતાં. લોકોમાં અસામાજીક
તત્વોનો એટલો બધો ડર પેસી ગયો છે કે તેઓ ફરિયાદ કરવા સુધ્ધા તૈયાર થયાં ન હતાં.
પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી લોકોને ભયમુકત બનાવે તે જરૂરી છે.