ભાવનગર : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

ભાવનગર : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
New Update

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુ નાકરાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બી.જે.સોસાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુ મકવાણા, ધારાસભ્ય કનુ બારૈયા સહિતના પદાધિકારીઓ તેમજ મદદનિશ કલેક્ટર પુષ્પ લત્તા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Bhavnagar #Connect Gujarat News #Bhavnagar Collector
Here are a few more articles:
Read the Next Article