ભાવનગર : રેમડેસીવીર પૂરતા પ્રમાણમાં ન મળતા કલેક્ટર કચેરી સામે કોંગ્રેસનાં ધરણા : 50થી વધુ કાર્યકરોની પોલીસે કરી અટકાયત

New Update
ભાવનગર : રેમડેસીવીર પૂરતા પ્રમાણમાં ન મળતા કલેક્ટર કચેરી સામે કોંગ્રેસનાં ધરણા : 50થી વધુ કાર્યકરોની પોલીસે કરી અટકાયત

ભાવનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે દર્દીઓની સારવાર માટે રેમડેસીવીરની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

હાલ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં રેમડેસીવીર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજનના અભાવે લોકોને રેમડેસીવીર નથી મળી રહ્યા જેના કારણે અગાઉ કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી રેમડેસીવીરની અછત પુરી કરવા માંગ કરવામાં આવી હતી અને માંગ પુરી ન થાય તો કચેરી બહાર ધરણા કરવા ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ હજી સુધી પણ સ્થિતિ યથાવત રહેતા કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિતના આગેવાનો કચેરી બહાર ધરણા કર્યા હતા. જોકે, વગર મંજૂરીએ ધરણા કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Latest Stories