મત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત “26મી જાન્યુઆરી-પ્રજાસતાક દિવસ” વિષય પર 8થી 13 વર્ષના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ કોવિડ-19 મહામારી સહિત સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તારીખ 26/12/2020થી તારીખ 15/01/2021 સુધી બપોરે 12 કલાક સુધીમાં જિલ્લા રમત-ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-2, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતા કરવાના રહેશે. જેમાં કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઇ-મેઈલ ID વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ સહીત બાહેંધરી પત્ર અચૂક આપવાનું રહેશે.
આ સ્પર્ધામા 8થી 13 વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાંથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્ર મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. 25,000/-, દ્વિતીય વિજેતાને રૂ. 15,000/-, તૃતીય વિજેતાને રૂ. 10,000/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય 7 પ્રત્યેક વિજેતાઓને રૂ. 5,000/- મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. ઉપરાંત સ્પર્ધા અંગેના તમામ નિયમો અને બાહેંધરી પત્ર કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે.