ભાવનગર: પ્રખ્યાત દવે મીઠાઈ શોપના કર્મચારીનું રૂપિયા 10 લાખની ખંડણી માટે અપહરણ, વાંચો શું થયો ખુલાસો

New Update
ભાવનગર: પ્રખ્યાત દવે મીઠાઈ શોપના કર્મચારીનું રૂપિયા 10 લાખની ખંડણી માટે અપહરણ, વાંચો શું થયો ખુલાસો

ભાવનગર શહેરના એક પ્રખ્યાત મીઠાઈ-ફરસાણના વેપારી પાસે કુખ્યાત ગેંગના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો દ્વારા દુકાન પર કામ કરી રહેલ કર્મચારીનું અપહરણ કરતા સીસીટીવી ફૂટેજ સામે આવતા વેપારી દ્વારા પોલીસમાં ફરિયાદ કરતા નિલમબાગ પોલીસ દ્વારા ફૂટેજના આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગર શહેરના ઈસ્કોન મેગાસિટી માં રહેતા અને ભાવનગર -સુરત માં "દવે મીઠાઈ"ના નામે બહોળો કારોબાર ધરાવતા અમરીશ મફતલાલ દવેને ભાવનગરની કુખ્યાત આણી મંડળીના લાલા અમરા આલગોતર સાથે વ્યાપારિક સબંધો હતાં, જેમાં લાલો દવે મીઠાઈ વાળા પાસેથી વાર-તહેવાર પ્રસંગોપાત મીઠાઈ ખરીદતો હતો જયારે વેપારી અમરીશ મીઠાઈ બનાવવા લાલા પાસેથી દૂધ ખરીદતા હતાં.આ સબંધમાં થોડા સમય પૂર્વ લાલાએ હાથ ખર્ચી માટે અમરીશ પાસે નાણાં માંગ્યાં હતા પરંતુ વેપારમાં મંદી ને પગલે અમરીશે નાણાં આપ્યાં ન હતાં. ત્યારબાદ તાજેતરમાં લાલા એ ફોન કરી ફરી પૈસા માંગતા અમરીશે ફરી ના પાડતાં લાલાએ તેના પુત્ર સંજયને ફોન આપતાં તેણે અમરીશને ધમકાવ્યો હતો.

ગતરાત્રીના સમયે મીઠાઈના વેપારીનું અપહરણ કરવા દુકાન પર જતા દુકાન નો કર્મચારી બહાર આવતા કર્મચારીનું કારમાં માર મારી અપહરણ કરી ત્રણેય શખ્શો નાસી છુટ્યા હતા.જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા નિલમબાગ પોલીસ દ્વારા આ અંગે ગુહનો નોધી ત્રણેય આરોપીઓની ધડપકડ કરી હતી.વધુમાં પોલીસ દ્વારા જણાવેલ કે વેપારી પાસે માંગવામાં આવેલ 10 લાખની ખંડણી નહિ અપાતા કર્મચારી હાથે ચડતા અપહરણ કરવામાં આવ્યું હતું .આ ઘટનમાં ત્રણ શખ્સોની ધરપડક કરી ગુહનો નોધી વધુ તપાસ હાલ ચલાવવમાં આવી રહી છે.

Latest Stories