ભાવનગર : 230 ગામડાઓમાં ખેડૂતોને પાક સંરક્ષણ અંગે તાલીમ અપાઈ

ભાવનગર : 230 ગામડાઓમાં ખેડૂતોને પાક સંરક્ષણ અંગે તાલીમ અપાઈ
New Update

કૃષિ વૈજ્ઞાનિકોએ ભાવનગર જીલ્લાનાં ૨૩૦ ગામોની મુલાકાત લઇ ૫૦૦ થી વધુ ખેડૂતોને તેમના ખેતરમાં જઇને પાક સંરક્ષણનું નિર્દેશન આપ્યું. તેમજ જીલ્લાનાં ૨૬૦૦ જેટલા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું ભાવનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાને કારણે કૃષિ પાકોને ખાસ કરીને બાગાયતી પાકોને મોટા પાયા પર નુકશાન થયું છે આ નુકશાનમાં કૃષિકારોને મદદ કરવાં અને સહાયરૂપ થવાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનાં ૨૫ કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રિન્સિપાલ ભાવનગરના ગામડાઓને ખૂંદીને ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યાં છે.

ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાનું થળસર ગામના એક ખેડૂત  ૨૨ વીઘાની વાડી ઘરાવે છે તેમણે કહ્યું કે, તેમની વાડીમાં તાઉતે વાવા ઝોડાને લીધે આંબા ૩૫ થી વધુ જમીન દોસ્ત થઇ ગયા હતા, ત્યારે ખાલી થળસર ગામની વાત કરીએ સરપંચ ચેતન્યસિંહ ગોહિલનાં જણવ્યા અનુસાર થળસર ગામમાં અંદાજે ૬૦૦ જેટલા આંબાઓ જમીન દોસ્ત થઈ ગયા છે જેની એક આંબા કીમત આશરે ૨૦ હજારની આસપાસ હોય છે ત્યારે આ વિસ્તારમાં મોટાભાગ નાં આંબાઓ જમીન દોસ્ત થઈ ગયા છે જેથી ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આ સમયે કઇ રીતે છોડને બેઠા કરવા તેની ગડમથલ ચાલતી હતી. તેવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા મારી મદદ કરવામાં આવી, તેમની મદદ દ્વારા હાલ તો આંબાઓનાં ધીરે ધીરે મોટાભાગનાં છોડ ઉભા કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ શિહોર સહીતનાં ગામોમાં લીંબુનાં ૫૦૦ છોડ જમીન દોસ્ત થઇ ગયા હતાં. એકપણ લીંબુ છોડ પર રહ્યું ન હતું, જે પણ લીંબુ વાળા છોડ વધ્યાં હતાં તે પણ તડકાને લીધે પીળા પડી ગયાં હતાં, આ સમયે કઇ રીતે છોડને બેઠા કરવા, તેવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં આણદ થી આવેલ કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા ખેડૂતોને મદદ કરવામાં આવી, હાલ તો લીંબુના મોટાભાગનાં છોડ ઉભા થઇ ગયાં છે. ખેડૂત ચેતન્યસિંહેએ જણાવ્યું કે, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા તેમનાં ગામોની વાડીમાં આવીને આ માટેની જરૂરી દવા આપી છે આ માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું છે, ફુગ ન આવે તેમજ છોડની ડાળ પર ગુંદર ન લાગે તે માટેની દવા આપી છે, છોડને કેમિકલ પ્રક્રિયાથી ફરીથી નવસર્જન થઇ શકે તે રીતે બેઠાં કરવાં માટેની પ્રોનિંગ સહિતની અદ્યતન ટેક્નીક શીખવાડી હતી, જેના કારણે હાલ તો મારી વાડીના મોટાભાગના છોડ બેઠાં થઇ ગયાં છે, ચેતન્યસિંહેએ રાજ્ય સરકાર દ્વારા આ રીતે મુશ્કેલીના સમયમાં કરવામાં આવેલી મદદને બિરદાવી રાજ્ય સરકાર માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ભાવનગર જિલ્લામાં આણદ આવેલી કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ પૈકી મહુવા-૨ ટીમ, તળાજા-૨ ટીમ, જેસર-૧ ટીમ, શિહોર-૨ ટીમ, અને ૧-૧ ટીમ ભાવનગર-ઘોઘા તેમજ પાલિતાણા તાલુકામાં કામગીરી કરી રહી છે આ કૃષિ વૈજ્ઞાનિકોએ ભાવનગર જીલ્લાનાં ૨૩૦ ગામોની મુલાકાત લઇ ૫૦૦ થી વધુ ખેડૂતોને તેમના ખેતરમાં જઇને પાક સંરક્ષણનું નિર્દેશન આપ્યું. તેમજ જીલ્લાનાં ૨૬૦૦ જેટલા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ પાકો નાં સંરક્ષણ માટે કૃષિ વૈજ્ઞાનિકોની મદદ લેવાના લીધેલા નિર્ણયને પગલે આણંદ કૃષિ યુનિવર્સિટીની વૈજ્ઞાનીકોની ૯ ટીમ ભાવનગર ખાતે ખેડૂતોને તેમના પડી ગયેલાં પાકને બચાવવાં માટે કાર્ય કરી રહી છે આ ટીમો સવારથી જ જિલ્લા વહીવટીતંત્રની સર્વે ટીમ સાથે જોડાઇને વિવિધ ગામોમાં જઇને પડી ગયેલાં કૃષિ પાકોને બેઠાં કરવાં અને છોડ ફરીથી પુનર્જીવન પામે તે અંગેનું માર્ગદર્શન આપી રહ્યાં છે, ભાવનનગર જિલ્લામાં કેળ, જમરૂખ, આંબા, જામફળ, લીંબુ અને દાડમ જેવાં બાગાયતી પાકને વ્યાપક નુકશાન થયું છે આ ઉપરાંત ઉનાળું બાજરી, તલ, મગફળી જેવાં પાકોને પણ નુકશાન થયું છે આ તમામ પાકોને બેઠાં કરવા માટેનું તાંત્રિક તેમજ વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે માટે વૈજ્ઞાનિકોની ટીમ મારફતે ખેડૂતોને તેમના ખેતરમાં જઇને છોડને કેવી રીતે બેઠો કરવો તેનું નિદર્શન આપવામાં આવી રહ્યું છે. આવી રીતે ભાવનગર જિલ્લામાં ૧૦૦ જેટલાં નિદર્શનો યોજવામાં આવ્યાં છે.

#Connect Gujarat #Bhavnagar #farmers #crop protection
Here are a few more articles:
Read the Next Article