ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ વીઆઈપીના ડેલામાં અમન ઈલેક્ટ્રીક નામના ડેલાની બહાર ફટાકડાને લીધે વિકરાળ આગનો બનાવ સામે આવ્યો હતો દિવાળીના પર્વને લઈને ભાવનગર શહેરમાં અનેક જગ્યાએ આગના બનાવા વધ્યા છે ત્યારે કુંભારવાડામાં વધુ એક આગનો બનાવ બન્યો હતો.
જેમાં વીઆઇપીના ડેલા નંબર સી 31/b અમન ઇલેક્ટ્રીક નામના ડેલામાં ફટાકડાના કારણે આગનો બનાવ બન્યો હતો.પેઢીના માલિક અકબર ખીમાણીએ જણાવ્યું હતું કે દિવાળી પર્વને લઈને ઇલેક્ટ્રીકનો સામાન બહાર પડ્યો હોય જેમાં ફટાકડાના લીધે આગ લાગી હતી.આગ જોતજોતામાં વિકરાળ બની જવા પામી હતી તેની જાણ ભાવનગર ફાયર વિભાગને થતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગની બે ટીમ દ્વારા પાણીનો છટકાવ કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી. ઘટના ને લઈને પોલીસ,PGVCLનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
