ભાવનગર ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને સર.ટી. હોસ્પિટલના “પાસિંગ આઉટ સેરેમની”ના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહભાગી થઇ ડિગ્રી ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉચ્ચત્તમ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ, વિદ્યાર્થીઓ હવે સમાજ જીવનની નવી વ્યવસ્થામાં જઈ રહ્યા છે ત્યારે પહેલાના સમયની સ્વાસ્થ્ય ક્ષેત્રની સુવિધાઓ અને અત્યારે અદ્યતન ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં થયેલા સુધારાઓની તુલના કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના વડપણ હેઠળ સમગ્ર દેશમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણમાં રાજ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. કોરોના મહામારી જેવી પરિસ્થિતિમાં પણ દેશના નાગરિકોને શ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત થાય
કોરોનાના જંગ સામે લડવા માટે દેશના નાગરિકોને નિઃશુલ્ક કોરોના વેક્સિનેશન આપવામાં આવે એ બધા પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટીનાં પરિણામ છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોતાની અને પોતાના પરિવારની સહેજ પણ ચિંતા કર્યા વગર નાગરિકોની સેવા કરનાર તમામ ડોક્ટર, મેડિકલ અને પેરા-મેડિકલ વિભાગના કર્મચારીઓ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કોરોના વોરિયર્સની સેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
