ભાવનગર : વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાહત સામગ્રી અર્પણ, જિલ્લા કલેક્ટરે વાનને પ્રસ્થાન કરાવ્યું

New Update
ભાવનગર : વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાહત સામગ્રી અર્પણ, જિલ્લા કલેક્ટરે વાનને પ્રસ્થાન કરાવ્યું

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની જિલ્લા શાખા દ્વારા રાહત સામગ્રીની વાનને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે કલેક્ટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસ્થાન થયેલ રાહત સામગ્રી અલંગ અને મહુવાના વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને આપવામાં આવશે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા આફત વખતે નોંધપાત્ર રીતે મદદ કરવામાં આવે છે. હાલમાં જિલ્લામાં વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત પરિવારો સુધી 2 દિવસ સુધી આ રીલીફ વાન દ્વારા સહાય- મદદ કરવામાં કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા રાજ્ય રેડક્રોસથી આવેલ રાહત સામગ્રીના વિતરણના બીજા તબક્કાના રીલીફ વાનનું ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ રાહત સામગ્રી ભવનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે સર્વેને આધારે જરૂરિયાતમંદ લોકો સુધી આ સેવાઓ પહોંચશે. આ રાહત સામગ્રીમાં 450 કીટ છે જેમાં તાડપત્રી, રાશન કીટ, હાઇજીન કીટ, જરૂરી દવાઓની કીટ વગેરે વસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે રેડક્રોસ ભાવનગરના ચેરમેન ડો. મિલન દવે, વાઇસ ચેરમેન સુમિત ઠક્કર, મંત્રી વર્ષા લાલાણી સહિત રેડક્રોસના સ્વયંસેવકો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories