/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/03140407/maxresdefault-23.jpg)
લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. આજે રક્ષાબંધનના દિવસે ભૂદેવો જનોઈ બદલી યજ્ઞોપવિત ધારણ કરતાં હોય છે. પરંતુ વર્તમાનમાં કોરોનાના સંકટના કારણે ભૂદેવોએ ઓનલાઈન અને યૂટ્યૂબના માધ્યમથી પરંપરાગત વિધિ પૂર્ણ કરી હતી. આ વિધિ દેશવિદેશના હજારો લોકો જોડાયા હતા.
હિંદુ ધર્મમાં 16 સંસ્કાર વિશે જણાવવામાં આવ્યું છે. તેમાંનો જ એક છે યજ્ઞોપવિત્ર સંસ્કાર. અત્યારના સમયમાં આ સંસ્કાર માત્ર બ્રાહ્મણોમાં જ કરવામાં આવે છે. જનોઇને યજ્ઞોપવિત્ર કહેવામાં આવે છે. યજ્ઞોપવિત્ર એટલે સૂતરનો બનેલો એક દોરો છે, જેને ખભાની ઉપર અને જમણા ખભાની નીચે પહેરવામાં આવે છે. એટલે તેને ગળામાં એ રીતે પહેરવામાં આવે છે કે, એ ડાબા ખભાની ઉપર રહે છે. યજ્ઞોપવિત્ર વિધિ શ્રાવણ સુદ પૂનમ એટલેકે રક્ષાબંધનના દિવસે કરવામાં આવે છે. ભૂદેવો વિધિ અનુસાર આ દિવસે જનોઈ બદલી કરતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોના સંક્રમણની ભીતિ રહે છે. જેને કારણે ભાવનગર ખાતેના અહિચ્છંત્ર સંસ્કાર કેન્દ્ર દ્વારા યુટ્યુબના માધ્યમથી યજ્ઞોપવિત્ર વિધિ કરવામાં આવી હતી જેમાં ભાવનગર સહિત દેશ-વિદેશના લોકો આ વિધિમાં ઓનલાઈન જોડાયા હતા. વિધિ દરમિયાન ભૂદેવો દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું.