મહીસાગર જિલ્લાના ધૈર્યસિંહ અલભ્ય કહી શકાય તેવી બિમારીથી પીડાય રહયો છે અને તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાની માતબર રકમની જરૂર છે. ધૈર્યસિંહની બિમારી અંગે મેસેજ વાયરલ થયા બાદ દેશ તથા વિદેશમાંથી દાનનો ધોધ વહી રહયો છે અને સરકારે પણ ધૈર્યસિંહને મદદ કરવાની ખાતરી આપી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં કાર્યરત લાઇન નગરી ગૃપના સભ્યો પણ આ ભગીરથ કાર્યમાં જોડાયાં છે. ગૃપના સભ્યો ધોમધખતા તડકામાં વિવિધ વિસ્તારોમાં ઉભા રહી ફાળો એકત્ર કરી રહયાં છે. આ સેવાકાર્યમાં તખુભા જાજડા,સુરેશભાઈ ઠાકોર, સાગરભાઈ ઠાકોર, ઉમેશભાઈ ઠાકોર, લાલભાઈ વાળા, વિશાલભાઈ મેવલા અને દિગભા જીંજકા સહિતના યુવાનો તન, મન અને ધનથી સહયોગ કરી રહયાં છે. રસ્તા ઉપરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો પણ યથાશકિત દાન આપી માનવતા મહેંકાવી રહયાં છે.
ભાવનગર : અલભ્ય બિમારીથી પીડાતા ધૈર્યસિંહની મદદે આવ્યાં મહુવાના સેવાભાવી યુવાનો
New Update
Latest Stories