/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/16091817/348-01.jpeg)
કોરોના વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ભાવનગર સ્થિત તાપીબાઈ વિકાસગૃહ સંસ્થાને વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર મોદી, મંત્રી ડૉ. જે.પી.મૈયાણી, કોષાધ્યક્ષ ડો. ગીરીશ પટેલ દ્વારા સંસ્થામાં આશ્રિત બાળકો-બાળાઓ, બહેનો તથા સ્ટાફના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તથા પરિસરના વાતાવરણ શુદ્ધિકરણ માટે ડો. ઓમ ત્રિવેદી સંશોધિત યજ્ઞ થેરાપી અંતર્ગત ટ્રસ્ટી અને સ્ટાફ સાથે 11 ગાયત્રી મંત્રની આહુતી આપી સંસ્થા પરિસરમાં યજ્ઞયાત્રા કરી ઔષધિયુક્ત સામગ્રી સાથે યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સમગ્ર સંસ્થા પરિસરને ડો. ઓમ ત્રિવેદીએ સેનેટાઈઝ કરી સમગ્ર વાતાવરણ સુગંધિત અને ઉર્જાવાન કર્યું હતું. સમગ્ર આયોજન સંસ્થાના ટ્રસ્ટીશ્રી પ્રીતિ જે. મૈયાણીના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમજ આ પવિત્ર કાર્ય માટે સંસ્થા દ્વારા ડો. ઓમ ત્રિવેદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.