ભાવનગર : વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ધારાસભ્યએ દિવાળીના પર્વની ઉજવણી કરી મહાપર્વની શુભેચ્છા પાઠવી

New Update
ભાવનગર : વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ધારાસભ્યએ દિવાળીના પર્વની ઉજવણી કરી મહાપર્વની શુભેચ્છા પાઠવી

ભાવનગર શહેરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ શહેરના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ વડીલો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. જીતુ વાઘાણી દર વર્ષે વૃધાશ્રમ ખાતે વડીલોને મીઠાઈ ખવડાવી વડીલો સાથે દિવાળીની ઉજવણી કરે છે, ત્યારે ચાલુ વર્ષે પણ દિવાળીના પર્વે ભાવનગરની માવતર સંસ્થા ખાતે વૃદ્ધોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. તો સાથે જ વૃદ્ધોના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જે લોકોના પરિવાર હોય છે, તેઓ પરિવારની સાથે દિવાળીનો પર્વ મનાવે છે. પરંતુ જેમને પોતાનો પરિવાર નથી, જે સૈનિકો પોતાના પરિવારથી દૂર દેશની રક્ષા કરે છે. જેમની સાથે કોઈ દિવાળીનો ફરવા મનાવે તેવું કોઈ નથી, ત્યારે વૃદ્ધાશ્રમ ખાતે દિવાળી મનાવી વડીલોને આનંદ મળે તેવા હેતુથી વર્ષો વર્ષથી આ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાવનગર મેયર, ભાજપ શહેર અધ્યક્ષ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.