ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ સુનિલ ગુણવંતરાય વડોદરિયાના સૌજન્યથી સ્વ. તારાબહેન ગુણવંતરાય વડોદરિયાની સ્મુતિમાં ૪૩૮મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાયો હતો. તેમજ ભીમજી નાકરાણીના સૌજન્યથી ૪૩૯મો નેત્રયજ્ઞ પણ શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયો હતો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૦૩ દર્દીઓની આંખની તપાસ ડૉ. ચણીયારાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષી ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ મોતીયાની સર્જરી માટે ૨૦ દર્દીઓને ૨૦ એટેન્ડન્ટ સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભીમજી નાકરાણીના સૌજન્યથી ૪૩૯માં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૮ દર્દી અને ૧૮ એટેન્ડન્ટને તા. ૩૦ મેના રોજ વિરનગર લઇ જવામાં આવશે. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ: ૧૯૬૮થી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના કાર્યકરોએ સેવા આપી હતી.
