ભાવનગર: દવાખાનામાં કમ્પાઉન્ડરે મહિલાની કસુવાવડની સારવાર છૂપી રીતે જોઈ અને મળ્યું મોત, જુઓ શું છે સમગ્ર મામલો

New Update
ભાવનગર: દવાખાનામાં કમ્પાઉન્ડરે  મહિલાની કસુવાવડની સારવાર છૂપી રીતે જોઈ અને મળ્યું મોત, જુઓ શું છે સમગ્ર મામલો

ભાવનગર જીલ્લાના સિહોરમાં બે માસ પૂર્વે થયેલ ખાનગી દવાખાનાના કંપાઉન્ડરની હત્યાના ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પત્નીની મીસ ડીલીવરીની સારવાર કમ્પાઉન્ડર છૂપી રીતે જોતો હોય પતિએ મિત્ર સાથે મળી તેની હત્યા કરી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.

ભાવનગર જિલ્લાના સિહોરના વરલમાં રહેતા અને ટાણા ખાતેના ડો.દીપક ભટ્ટીના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા મુકેશ વાળાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. આ ચકચારી ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને બે માસ બાદ સફળતા મળી છે આ ગુનામાં પોલીસને બુઢણા ગામનાં બે શખ્સો સીદીકખાન કોરાઇ તથા સોહિલખાન બ્લોચ સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે બન્નેની અટકાયત કરી કડક પૂછતાછ કરતા આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી જો કે હત્યા કરવા પાછળના કારણનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આરોપી સીદીકખાન કોરાઈએ તેની પત્નિને મીસ ડીલીવરી થઈ હોવાથી સારવાર માટે ટાણા ગામે આવેલ ડો.દિપકભાઇ ભટ્ટીનાં દવાખાને લઇ ગયો હતો ત્યારે દવાખાનામાં કમ્પાઉંન્ડર તરીકે કામ કરતાં મૃતક મુકેશે તેની પત્નિની થતી સારવાર બારીમાંથી છુપી રીતે જોતો હોય આ બાબતની રીસ રાખી હત્યાનું કાવરતું રચવામાં આવ્યું હતું જે અંતર્ગત સીદીકખાન કોરાઈએ તેના મિત્ર સોહિલખાન સાથે મુકેશનો પીછો કર્યો હતો અને બેકડી ગામના પાટિયા પાસે મુકેશને આંતરી તેના પર છરી વડે હુમલો કરી ઘાતકી હત્યા કરવામાં આવી હતી.પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories