Connect Gujarat
ગુજરાત

ભાવનગર : આદપુર ખાતે રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અનાવરણ કરાયું

ભાવનગર : આદપુર ખાતે રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અનાવરણ કરાયું
X

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ખાતે તા. ૧થી ૪ ડિસેમ્બર સુધી

યોજાનાર રાજ્યકક્ષાના ૪૭માં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનું શિક્ષણમંત્રી

ભુપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા

વિદ્યાર્થીઓના મોડેલ સ્ટોલનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિધિવત

રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત

દીક્ષા પોર્ટલ દ્વારા નિર્મિત ઓનલાઇન સર્ટીફીકેટ કોર્ષનું અનાવરણ કર્યું હતું, સાથે સાથે ગણીત-વિજ્ઞાન પ્રયોગશાળા ખંડનુ પણ લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે

આશીર્વચન આપતા આચાર્ય ભાગ્યયશસૂરીશ્વરજીએ જણાવ્યું હતું કે, માનવજાતને હવા પાણી તેમજ ઉર્જા જેવી જે વસ્તુઓ કુદરતી દિલ દઈને આપી આપણે હાલ

તેને બીલ ભરીને ભોગવી રહ્યા છીએ. જે બાબતના મૂળની અંદર આપણા સૌની પર્યાવરણની

સુરક્ષા અંગેની બેદરકારી છે, ત્યારે

આ પ્રકારના રાજ્યકક્ષાના પર્યાવરણ-ગણિત-વિજ્ઞાન મેળાથી આવનારી નવી પેઢી પણ

પર્યાવરણ પ્રત્યે જાગૃત બનશે.

આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વ્યક્તિ, સમાજ તેમજ દેશના વિકાસ માટે ગણિત-વિજ્ઞાન તેમજ પર્યાવરણનું ખૂબ જ મહત્વ છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ તથા વીજળીએ વિકાસના પાયા છે. તેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેને કઈ રીતે ટકાઉ વિકાસમાં પરિવર્તિત કરી શકાય તે થીમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ વર્ષ પહેલા કામગીરી કરી અને રાજ્યમાં વિકાસનો પાયો નાખ્યો. ટેકનોલોજીના ઉપયોગથી કઈ રીતે માનવ જીવન ધોરણ ઉંચુ આવે અને માનવજાતને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે અંગેની વિસ્તૃત રજૂઆત કરી હતી. ઉપસ્થિત શિક્ષકોને પરિવારજનો તરીકે સંબોધતા ઈશ્વરના આશીર્વાદ હોય તો જ શિક્ષણ કાર્ય કરવાની તક મળે છે. નાનામાં નાનો શિક્ષક મહાન વ્યક્તિઓ બનાવી શકે છે. સંશોધન અને લોકજાગૃતિ પણ સમાજમાં શિક્ષકો જ લાવી શકશે.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જી.સી.ઈ.આર.ટીના સચિવ ગોસાઈ, જી.સી.ઈ.આર.ટીના ડિરેક્ટર ટી.એસ.જોષી, ડો. દિનેશ કુમાર, પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ જયપાલસિંહ સરવૈયા, પાલીતાણા તાલુકા પંચાયતના પ્રમુખ ગોરધન ગોટી, નીયોન લેબોરેટરી પ્રા.લિ.ના પ્રવિણ જૈન, જી.સી.ઈ.આર.ટી ના સભ્યો વગેરે મહાનુભાવો તેમજ 33 જિલ્લાઓમાંથી ૮૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૪૦૦ શિક્ષકો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story