ભાવનગર : ઘોઘા ગામ અને દરિયાની સપાટી થઇ સરખી, દરિયાના પાણી પ્રવેશ્યાં ગામમાં

ભાવનગર : ઘોઘા ગામ અને દરિયાની સપાટી થઇ સરખી, દરિયાના પાણી પ્રવેશ્યાં ગામમાં
New Update

ભાવનગરના ઘોઘા ગામના રહીશો માટે દરિયાના મોજા લોકો માટે ખતરાની ઘંટડી વગાડી રહયાં છે. ગામનું લેવલ અને દરિયાનું લેવલ સરખું થઇ જતાં દરિયાના પાણી હવે ગામમાં પ્રવેશી રહયાં છે. તુટેલી પ્રોટેકશન વોલના રીપેરીંગ માટે વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ ગામલોકોએ કર્યો છે.

"કુદરતી આફતોમાં ઘોઘા યાદ આવે છે" પછી "તું કોણ અને હું કોણ..?" છેલ્લા ઘણા વર્ષોથી ગામમાં બનાવવામાં આવેલી પ્રોટેકશન વોલ તુટી ગઇ છે. આ ઉપરાંત દિવસે ને દિવસે દરિયા કિનારાની માટીનું સતત ધોવાણ થતા દરિયાના પાણી ગામ સુધી પહોંચી ગયાં છે. મકાનોમાં પણ દરિયાના પાણી ઘુસી જાય તેવી સ્થિતિ હોવા છતાં તંત્ર હજી બેફીકર જણાય રહયું છે. ગઈકાલે 38.22 મીટર સુધી ભરતી આવતાં દરિયો ગામની સપાટી જેટલી સપાટી પર પહોંચતા દરિયાનાં પાણી ગામમાં પ્રવેશી ગયું હતું. જો વાવાઝોડા સમયે દરિયાની સપાટી આવી રહી હોત તો કદાચ ઘોઘા ગામનું અસ્તિત્વ ભુંસાઇ ગયું હોત તેમ ગામલોકો માની રહયાં છે.

વહીવટીતંત્રના સંલગ્ન અધિકારીઓ સમક્ષ અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત સંકલન સમિતિની બેઠકો અને આયોજન મંડળની બેઠકમાં પણ આ સમસ્યાની રજુઆત કરવામાં આવી છે પણ તંત્રએ ઘોઘાના રહીશોને ભગવાન ભરોસે છોડી દીધાં હોય તેમ લાગી રહયું છે. માત્ર ઠાલા આશ્વાસનો અને ખોટી ખાતરીઓ સિવાય કઇ મળતું નથી. તંત્રના વલણથી કંટાળેલા રહીશોએ હવે કલેકટર કચેરીની સામે આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે.

રોપેક્ષ અને રોરો ફેરી સર્વિસ શરૂ થયા બાદ ભાવનગરના ઘોઘા ખાતે આવતાં લોકોની સંખ્યામાં વધારો થયો છે. જિલ્લાનું વહીવટીતંત્ર આ બાબતે ધ્યાન આવી બીજી કોઇ કુદરતી આફત આવે તે પહેલાં સંરક્ષણ દિવાલનું રીપેરીંગ કરાવે તે જરૂરી છે.

#Bhavnagar #bhavnagar news #sea water #Connect Gujarat News #Protection Wall of Sea
Here are a few more articles:
Read the Next Article