ભાવનગરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર કાંતિસેન શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેરની દોલત અનંત વળીયા શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા ૪૦૦ વિદ્યાર્થીઓ માટે આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઇડ તાલીમ) યોજાઈ હતી.
વાઘ બકરી ટી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં હરેશ ભટ્ટ, કમલેશ વેગડ તથા કરણ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ, સ્ટેચર, પાટા, ફર્સ્ટ એઇડ, દોરડાની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી બાળ આરોગ્ય સૂત્ર પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય જયદીપસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન નિકુલ મહેતા તથા રાજુ મકવાણાએ કર્યું હતું.
