/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/25160352/maxresdefault-102.jpg)
ભાવનગરના સિહોરમાં માતાએ પોતાના પુત્ર અને પુત્રીને તળાવમાં ડુબાડી હત્યા કરી પોતે પણ તળાવમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જનેતાએ ભરેલા નિષ્ઠુર પગલાં પાછળનું કારણ હજી સુધી બહાર આવી શકયું નથી.
વડોદરાના સોની પરિવારના સામુહિક આપઘાત બાદ વધુ એક ઘટના ભાવનગરના સિહોરમાં સામે આવી છે. જેમાં માતાએ પોતાના બે સંતાનોને તળાવમાં નાંખી દીધા બાદ પોતે પણ મોતને વ્હાલુ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાવનગર દેસાઈ નગર સ્થિત રહેતા સુમિતાબેન અજયભાઈ મકવાણાએ તેની ૮ વર્ષની પુત્રી દ્રષ્ટિ અને ૭ વર્ષનો પુત્ર ધાર્મિકને ખોડિયાર નજીક આવેલ તળાવમાં નાંખી દીધાં હતાં. બંને માસુમ બાળકોના પાણીમાં ડુબી જવાના કારણે મોત થઇ ગયાં હતાં. સુમિતાએ પણ તળાવમાં ઝંપલાવ્યું હતું પણ તેમનો બચાવ થયો હતો.
પોતાના કાળજાના ટુકડા સમાન બાળકોને મોતને ઘાટ ઉતારનાર જનેતા પર લોકો ફીટકાર વરસાવી રહયાં છે. બનાવની જાણ થતાં સિહોર પોલીસના પીઆઇ કે.ડી ગોહિલ સહિત સ્ટાફ બનાવ સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે આ પરિવાર મૂળ સોનગઢનો રહેવાસી છે. બાળકોના પિતા અજયભાઈ હીરા ઘસવાનું કામ કરે છે. સુમિતાબેને આવું જધન્ય કૃત્ય કેમ કર્યું તે હજી સુધી બહાર આવી શકયું નથી.