ભાવનગર : સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર સાબદુ, જુઓ ડ્રોન કેમેરાથી દરિયાનો નજારો

New Update
ભાવનગર : સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર સાબદુ,  જુઓ ડ્રોન કેમેરાથી દરિયાનો નજારો

અરબ સાગરમાં ઉભું થયેલું વાવાઝોડુ પોરબંદર અને ભાવનગરના દરિયા કિનારાની વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. સંભવિત વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લાનું વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે અને વાવાઝોડાથી ઓછામાં ઓછું નુકશાન થાય તેની તૈયારીઓમાં જોતરાય ગયું છે.

સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે દરિયા કિનારા વિસ્તારના ઘોઘા, સરતાનપર, કુડા, કોળીયાક, હાથબ અને મિથીવીરડી સહિત ના ગામના લોકોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે તેમજ દરિયામાં માછીમારી માટે ગયેલા તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.રાજ્યમાં છેલ્લે એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે . જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે તો કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ૪૧ ડીગ્રીએ પહોંચી ગયો છે.

હવે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો ખતરો મંડરાય રહયો છે. ભાવનગરના કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના પગલે તંત્ર તરફથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવામાં આવી રહયાં છે. ખાસ કરીને દરિયાકિનારે ઝડપી પવન ફુંકાવાની સંભાવના હોવાથી લોકોને સર્તક કરાય રહયાં છે. દરિયામાં માછીમારી માટે ગયેલાં માછીમારોને તેમની બોટો સાથે પરત બોલાવી લેવામાં આવ્યાં છે. ઘોઘા બંદર ખાતે સંભવિત વાવાઝોડાના પગલે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયામાં નહિ જવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ દ્વારા પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.