New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/28112828/001.jpeg)
ભાવનગર ખાતે રહેતા વિધાનસભાના સ્વર્ગસ્થ સભ્યોના પરિવારજનોને સ્મૃતિરૂપે રાજ્ય મંત્રીઓના હસ્તે ગોલ્ડ પ્લેટેડ ફોટો ફ્રેમ અર્પણ કરવામાં આવી હતી.
વિધાનસભાના સ્વર્ગસ્થ સભ્યોના પરિવારજનોને કાયમી સ્મૃતિરૂપે ગુજરાત વિધાનસભા દ્વારા 100 વર્ષ સુધી પણ ખરાબ ન થાય તેવી સ્વર્ગસ્થ સભ્યના ફોટાવાળી ગોલ્ડ પ્લેટેડ ફોટો ફ્રેમ આપવામાં આવે છે. જે ફોટોફ્રેમ ભાવનગરના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય મણિલાલ ગોરધનદાસ ગાંધીના પરિવારજનોને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરી દવે દ્વારા તેમના નિવાસ સ્થાને જઈ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ મંત્રી સહિત રાજીવ પંડ્યા, યોગેશ બદાણી, ડી.બી.ચુડાસમા તેમજ અરૂણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.