Connect Gujarat
Featured

ભુજ : નખત્રાણા તાલુકાના વિભાપર નજીક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે મહિલા સહિત ત્રણના મોત

ભુજ : નખત્રાણા તાલુકાના વિભાપર નજીક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે મહિલા સહિત ત્રણના મોત
X

નખત્રાણા તાલુકાના વિભાપર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ વિભાપર નજીક આ ઘટના રવિવારે સાંજે બનવા પામી હતી. કાર અને ટ્રેલર જી.જે.12 બી વાય.5436ની ટક્કરમાં ઘટના પ્રકાશમાં આવી હતી, સમગ્ર બનાવમાં બે વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજ્યા હતા. જ્યારે એક મહિલાને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઈ હતી, જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા, બનાવને લઈને નખત્રાણા પોલીસની ટિમ સ્થળ પર પહોંચી હતી, અકસ્માતને લઈને ટ્રાફિકજામ થઈ જવા પામ્યો હતો જેને હળવો બનાવવા ટ્રાફિક પોલીસે જહેમત ઉઠાવી હતી,બનાવમાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

આ ઘટનામાં નીતાબેન સુશીલકુમાર શર્મા ઉમર.પચાસ,,આશિષ રસ્તોગી, દીપ્તિ કૌશિકના મોત નિપજ્યા હતા. જ્યારે વિધિબેન,શ્રેયાસને ઈજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે, હતભાગી નલિયા એરફોર્સ ખાતે રહેતા હોવાનું જાણવા મળે છે. હતભાગી માતા,પુત્ર,અને પુત્રવધુ હોવાનું જાણવા મળે છે.

તપાસનીસના જણાવ્યા પ્રમાણે આ બનાવમાં હતભાગીઓ ક્યાં આવતા હતા,તે સહિતની વિગતો જાણવા તેના પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરાઈ છે.એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોતથી ગમગીની છવાઈ જવા પામી છે.

Next Story