દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે સોમવારની શરૂઆત રાહતના સમાચાર સાથે થઈ રહી છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન દ્વારા આગામી May 25 અને મે 26 ના રોજ જાહેર કરવામાં આવેલી બે દિવસીય દેશવ્યાપી હડતાળને સત્તાવાર રીતે મોકૂફ રાખવામાં આવી છે. બેંક પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલી ગ્રાહક એડવાઇઝરી મુજબ, આ સમયગાળા દરમિયાન દેશભરની તમામ શાખાઓ અને બેંકિંગ સેવાઓ કોઈપણ અવરોધ વિના રાબેતા મુજબ કાર્યરત રહેશે.
બેંકે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, અમે અમારા આદરણીય ગ્રાહકોને જણાવવા માંગીએ છીએ કે AISBISF દ્વારા May 25 અને 26 ના રોજ પ્રસ્તાવિત હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. અમારી તમામ બ્રાન્ચ નિયમિત સમયપત્રક મુજબ ખુલ્લી રહેશે અને ગ્રાહકોને તમામ નિયમિત બેંકિંગ સેવાઓ પૂરી પાડવામાં આવશે.
