સુરત : ઓસ્ટ્રેલિયાથી હજારો કીમીનો પ્રવાસ ખેડી પક્ષીઓના તાપી કિનારે ધામા

New Update
સુરત : ઓસ્ટ્રેલિયાથી હજારો કીમીનો પ્રવાસ ખેડી પક્ષીઓના તાપી કિનારે ધામા

સુરતની તાપી નદીના કિનારે હાલ વિદેશી પક્ષીઓને નિહાળવા લોકો ઉમટી રહયાં છે. દર વર્ષે ઓસ્ટ્રેલિયાથી હજારો કીલોમીટરનો પ્રવાસ ખેડી પક્ષીઓ તાપી નદીના કિનારે આવતાં હોય છે.સુરતમાં તાપી નદી કિનારે ઓસ્ટ્રેલિયાથી વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. દર વર્ષ મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોય છે.

પક્ષીઓને જોવા નાના બાળકોને લઇ લોકો તાપી કિનારે આવતા હોય છે તાપી કિનારે વહેલી સવારે પક્ષીઓને જોઈ લોકો ખૂબજ આકર્ષિત થતા હોય છે. સુરત ઉપરાંત ભરૂચ અને વડોદરા સહિતના અન્ય જિલ્લાઓમાં પણ દર વર્ષે વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે.

Latest Stories