રાઈટ પર્સન એટ રાઈટ પ્લેસ ઓકેઝન

New Update
રાઈટ પર્સન એટ રાઈટ પ્લેસ ઓકેઝન

એમિટી સ્કૂલનાં ૩૪ માં સ્થાપના દિને મુખ્ય મહેમાન શ્રીમતી અનાહિતા વોરાએ તેજસ્વી તારલાઓને અનુભવનાં આધારે જે શીખ આપી એ સોનાની લગડી સમાન હતી.

  • વાઈડન યોર હોરાઝન. તમારી ક્ષિતિજનો વિસ્તાર કરો. તમે ક્યાં છો ? દુનિયા ક્યાં છે ? (કૂપમંડૂક એટલે કૂવામાંનાંદેડકા ન બનો)
  • ‘રન ફોર ઈટ’ તમારે જે જોઈએ છે ? એને મેળવવા દોડો, મચી પડો, ફના થઈ જાવ, તમારું સ્વપ્ન સાકાર થશે. શું જોઈએ છે ?, એ મેળવવા શુ કરવુ પડે ? એ ગોલ નક્કી કરી એને પામો. સ્વયં સિદ્ધ બનશો.
  • આનંદમાં રહો. બી હેપ્પી. વાલીઓને ખાસ ક્યારેય તમે સંતાનને પૂછો છો ? દીકરા / દીકરી તું અમારી સાથે સુખી છે ? (તારી કોઈ જરૂરિયાત / મુંજવણ હોય તો વિના સંકોચે કહે જેથી એને પૂરી કરવાનાંઅમે ઉપાય શોધીએ ?)
  • સખત મહેનત કરવી પડશે સફળ થયા પછી ટોચ પર રહેવામાં. એ માટે આર્થિક અને શારીરિક સજ્જ થવું પડશે. યુ હેવ ટુ પે, પે ફોર ઈટ, ઓલવેઝ.
  • આજનો યુવાન ‘મિલેનીયમ’ છે. બેલેન્સ કરીને જીવવાનું છે. આ કામ કપરું છે. ઈન્ટરનેટ, મોબાઈલ એપ્સ જોવા પાછળ કેટલો સમય વ્યતિત કરવો એ અગત્યનું છે. એ કર્યા પછી વિચારવાનું છે મારો પ્રોગ્રેસ / પ્રગતિ થઈ. વિકાસ થયો કે સમય વહી ગયો જે ફરી પાછો ક્યારેય આવવાનો નથી.
  • જે દિવસે તમે જાતે કમાયેલા પૈસા હાથમાં આવે, સૌથી પહેલું કામ કરજો,બચત. સેવિંગ. એ ટેવ પડી હશે તો જિંદગીની શુભ-અશુભ ઘડીએ એ જ પૈસા કામ લાગશે. લક્ષ્મીની પૂજા થાય એનો સંગ્રહ નહિ વૃદ્ધિ કરતા શીખો.
  • આર્થિક રીતે સક્ષમ બન્યા પછી એમાંથી જ્રૂરિયાતમંદને આપતા શીખો. એ જ મોટી સેવા છે. સર્વિસ ટુ હ્યુમન કાઈન્ડ ઈઝ બેસ્ટ સર્વિસ ટુ ગોડ.
  • ભણતર હશે પણ ગણતર ન હોય તો નહિ ચાલે. સગપણનો ખ્યાલ રાખવો પડશે. આખરે આપણે સમાજમાં (સોસાયટીમાં) રહેવાનું છે. પહેલો પરિવાર, મા-બાપ, ઘરના વડીલો, ભાઈ-બહેન પછી પડોશી, તમારા થી થાય એટલી આર્થિક કે શારિરીકસહાય કરો, કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર. એમના આશીર્વાદ તમારી પ્રગતિ રોકી નહિ શકે. ઓલ ધ બેસ્ટ.

શ્રીમતી અનાહિતા વોરા, વડોદરા-અમદાવાદ રીજયનનાં વાઈસ પ્રેસિડન્ટ એન્ડ કલસ્ટર હેડ, શેરખાન લિ.

Latest Stories