એરોપ્લેનમાં વિદેશની મુસાફરી કરનારા કુટુંબીજનો અને મિત્રવર્તુળના સભ્યો એક પ્રશ્ન હંમેશા પૂછતા હોય છે ? કઈ ફ્લાઈટમાં જવાના કે આવ્યાં? ફ્લાઈટ રાઈટ ટાઈમ હતી ? એરોપ્લેનમાં મેમ્બરને ક્રૂ (crew) કહેવામાં આવે છે.
પાયલોટ બનીને વિમાન ઉડાવવાનું સપનું યુવાવર્ગમાં હોય છે. એ અંગેની ખાસ પ્રકારની ટ્રેનિંગ લેવી પડે, આકર્ષક ચહેરો, ઊંચાઈ, બોડી લેંગ્વેજ અને વાક્છટા જેઓ વિકસાવી શકે એઓ ધરતીથી હજારો ફૂટ ઊંચે આસમાનમાં પોતાની કારકિર્દીની ધજા લહેરાવી શકે, આવી મહત્વકાંક્ષી જિંદગી જીવતી ત્રણ મહિલાને કેન્દ્રમાં રાખીને બનેલી ફિલ્મનું નામ 'ક્રૂ'
ગીતા સેથી (તબુ), જાસ્મીન કોહલી (કરીના કપૂર) અને દિવ્યા રાણા (કીર્તિ સેનોન) કોહિનૂર એરલાઇન્સમાં એરહોસ્ટેસ તરીકે ફરજ બજાવે. ઘડિયાળના કાંટે એમની જિંદગી ટકોરા બંધ ચાલે.
નાનપણથી આકાશમાં ઉડવાના સપના સેવેલા એટલે હાઈ સોસાયટીમાં આળોટતા વર્ગની એકેએક અસર હેઠળ મધ્યમ વર્ગની મહિલા કેટલી ઝડપથી પૈસાની લાલચમાં જાણીબુજીને ખાડામાં પડે અને કસ્ટમ અને પોલીસના સંકજામા સપડાય, રિમાન્ડ લેવાય, યુક્તિ પ્રયુક્તિથી બહાર નીકળે એમ એમ દળદળમાં ફસાતી જાય. યુવા પેઢી 'ક્રૂ' ફિલ્મની વાર્તા, સંવાદ, પહેરવેશ, બિન્દાસ અડપલાથી આકર્ષાય, સિનિયર સિટીઝનને ગલગલીયા થાય એવી ફિલ્મ 'ક્રૂ'.
હેન્ડપેક હસબન્ડ તરીકે અરુણ સેથી (કપિલ શર્મા) એક પણ સીનમાં હસાવતો નથી. નાનુ (કુલભૂષણ ખરબંદા)ના ભાગે એક ચોટદાર સંવાદ છે.
जिंदगी बड़ी लंबी होनी चाहिए
कोई तो अपना होना चाहिए ।
કસ્ટમ ઓફિસર તરીકે જયવીર સિંઘ ( દિલજીત ડોસાંજ) દિવ્યા રાણા (કીર્તિ સેનોન)ને ઓળખી જાય છે અને 'દિવ્યા રાણા ફ્રોમ હરિયાણા' કહે છે તેમજ પ્રોત્સાહિત આ શબ્દો કહી કરે છે :
कहां गई वो लड़की जो रेफ्री के एक गलत डिसीजन पर
पूरा स्टेडियम खड़ा कर देती थी |
કહેવાતી હવાઈપરીની જોબમાં દર મહિને મળતી સેલેરીમાં કેવા ધાંધિયા થાય છે અને કેટલાંક એરલાઇન્સના માલિકોના તાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા હોય છે. કોહિનૂર એરલાઇન્સના ચેરમેન વિજય વાલિયા(સારસ્વત ચેટર્જી) શરાબ અને સુંદરી પાછળ પાગલ હોય છે જેનો લાભ ક્રૂ ફિલ્મની વાર્તા લખનાર નિધિ મહેતા અને મેહુલ સૂરીએ અભ્યાસપૂર્વક નિભાવ્યું છે. રાજ રંજોધ સંગીતકાર છે. 'ક્રૂ' માં ગીતો યુવાપેઢીને પડદા પર જોવા ગમે એવા છે.
- સોના કિતના સોના હૈ
- મારો ઘાઘરો ઘૂમ્યો
- ઢૂ ઢૂ દરબદર
- એક જમાનાનું મશહૂર ગીત – ‘ચોલી કે પીછે ક્યાં હૈ?’
ગીતકાર આઈ.પી. સિંઘ અને સુષ્ટિ તાવડેએ લખ્યા છે, સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિકે.
કેટલાક સંવાદોની ઝલક :
- सुबह से आधा डब्बा कॉम्पोज़ खा चुकी है |
- गोवा में रेस्टोरंट खोलेगा |
- कुत्ता हमेशा जानता है मालिक कहां है ?
- राम नाम जपना पराया माल अपना ।
- 100 डॉलर की कोफ़ी मंगाई है, में उसी पर लीपटी हुई झाँक भी पि जाऊंगी ।
- पकडे मत जाना और भगवान के लिये मर मत जाना ।
- આકાશમાં ઉડાવતા પ્લેન ડગુમગુ થાય ત્યારે... हॉर्न मार हॉर्न मार ।
- पारले जी खाने के पैसे नहि और आप सोने की बिस्कीट खा रही हो |
- तुम्हारी तबियत खराब है या नियत ।
- कभी कभी किस्मत बनानी पड़ती है ।
- ९/११ के वक्त यही हाल था तब ९,९ महीने सबकी सेलेरी रुक गई थी ।
- इंसान को हर मौसम के फल खाने चाहिए ।
- तेरी नकली जिंदगी के चक्कर में हम सब की असली जिंदगी दाव पर लग गई|
- तू टॉपर होगी तेरे क्लास में अभी तो तेरी पांचवी पास जीतनी भी किंमत नहीं है |
- मेरी बच्ची को मॉन्टेसरी स्कूल से निकाल दिया, अब गवर्मेंन्ट स्कुल में दाखला लेना पड़ेगा ।
- पहेली बार ऐसा लग रहा है में अच्छी इंसान नहीं हू !
- तीन हजार(3000) करोड़ के सोने के बिस्कीट
- तो क्या में खड़ी हो जाऊ लींकिंग रोड पर गजरा लगा के ?
- पैसे बनाने के लिये पैसे होने चाहिये |
- एक चींटी हाथी को मार सकती है यहाँ तो तीन तीन चीटियां है |
- वेज या नॉनवेज भरपूर मात्रा में 'क्रू' फिल्म में मिलेगा।
योर एटेंशन प्लीज़, प्लेन अब थोड़ी ही देर में टेक ऑफ़ करेगा | अपनी कुर्सी का बेल्ट बाँध लीजिये |