Blog By:- ઋષિ દવે બીજી માં સિનેમા દ્રશ્યમ 2

સાત વર્ષ પછી એટલે શુક્રવાર તા.18મી નવેમ્બરે ‘દ્રશ્યમ’ ની સિકવલ દ્રશ્યમ 2’ રિલીજ થઈ

New Update
Blog By:- ઋષિ દવે બીજી માં સિનેમા દ્રશ્યમ 2

*સવાલ યે નહીં હૈ કે આંખોકે સામને કયા હૈ*

*સવાલ યે હૈ કે આપ દેખ કયા રહે હો*

ઋષિ દવે

'જય જવાન જય કિસાન ' સૂત્ર આપનાર લાલ બહાદૂર શાસ્ત્રી અને મહાત્મા ગાંધીજીમાં સામ્ય શું હતું? બન્નેની જન્મ તારીખ 2 ઓક્ટોબર. તા. 2 અને 3 ઓક્ટોબરને હિન્દી સિનેમાજગતમાં યાદગાર બનાવી દિગ્દર્શક અભિષેક પાઠકે. સાત વર્ષ પહેલા એક ફિલ્મ આવેલી 'દ્રશ્યમ'. વિજ્ય સલગાવકર (અજય દેવગન) કેબલ ઓપરેટરનો ધંધો કરતા બતાવાયો હતો . દ્રશ્યમ ક્રાઇમ અને સસ્પેન્સ મૂવી હતી .આમિલ કિયાન ખાન લેખક છે,જેમણે મલયાલમ ફિલ્મની રિમેકને હિન્દીમાં આબૂહબ કંડારી છે. લેખક તરીકેનું પાત્ર સૌરભ શુક્લાએ બેખૂબીથી નિભવ્યું છે.

સાત વર્ષ પછી એટલે શુક્રવાર તા.18મી નવેમ્બરે 'દ્રશ્યમ' ની સિકવલ દ્રશ્યમ 2' રિલીજ થઈ. 'દ્રશ્યમ 2' માં મીરા દેસમુખ(તબ્બુ) તેના ખોવાયેલા પુત્ર સમીરની શોધમાં જમીનમાં ઘરબાઈ ગયેલા પોપડા ઉખેડવા ગોવાના આઇ.જી તરુણ અહલાવત (અક્ષય ખન્ના) ની મદદ લે સમગ્ર પોલીસતંત્ર ત્રણ સવાલના જવાબ શોધવા મચી પડે.

ત્રણ સવાલ. 1. સમીરની લાશને કોણે શિફટ કરી? 2॰ કયારે કરી ? અને 3. ક્યાં કરી ? ત્રણ માંથી બે સવાલનો જવાબ મળી જાય છે.વિજય સલગાવકરે (અજય દેવગન) આ ક્રૂત્ય કર્યું છે .કયાં કરી ?એ સવાલનો જવાબ મળે તો વિજયને ગુન્હેગાર સાબિત કરી શકાય. એ માટેની કવાયત, રહસ્યના તાણાવાણા, ન ધારેલા યુ ટર્ન, મલ્ટિપ્લેક્ષની પુશબેક ચેરમાં દર્શકોને ટટ્ટાર બેસાડી રાખવામાં મહ્દ અંશે સફળ નીવડે છે. અજય દેવગનની પત્ની શ્રિયા સરનનો અભિનય અત્યંત હદયસ્પર્શી.

*સંવાદના અંશો*

• દુશ્મન કો હારનેકા મોકા દુશ્મન હી દેતા હૈ।

• ડેવિડ બ્રિકેન્ઝા ઇનકો જાનતે હો ? હા એક દો બાર મિલા હું. જયાદા જાન પહેચાન નહીં હૈ ?

• 'દ્રશ્યમ 2' માં પોલીસ ગુન્હેગાર પર નજર રાખે છે,વાસ્તવમાં એથી ઊલટુ બને છે ગુન્હેગારની પોલીસની એક એક ચાલ પર બાજનજર હોય છે ,જે ઉકેલતા જાય એમ દર્શકો રશબોળ બનતો રહે છે.

• ફિલ્મના અંતે હીરો જેલમાં જાય એવું દર્શકો સ્વીકારે નહીં માટે અંત બદલવો જોઈએ,એ અંત કેવો હોય એનો પ્લોટ મે વિચારી રાખ્યો છે. વિજય સલગાવકર.

• ફિલ્મની કહાની પરથી બૂક પબ્લીશ કરવામાં આવે જેથી એની વાર્તાની ઉઠાંતરી ન થઈ શકે.

• ફિલ્મની કહાની બૂકમાં વાંચને દર્શકો ફિલ્મ જેવા જાય ખંચ? બૂક વાંચનારા અને ફિલ્મ જોનાર દર્શકો બન્ને અલગ પ્રકારન હોય છે અટલે ખાસ ફરક પડતો નથી .

• 'દ્રશ્યમ 2' જોતી વખતે આઇ .જી। લેવલનો પોલીસ ઓફિસર તરુણ (અક્ષય ખન્ના) વિજયની ગેરહાજરીમાં એના બંગલામાં આવે અને એની પત્ની અને બે છોકરીઓ સાથે જે રીતે વર્તે છે એ અજુગતુ લાગે છે.ફિલ્મના પડદે જોતી વખતે રસપ્રદ લાગે પણ ગળે ઉતરતું નથી.

• કોર્ટરૂમના દશ્મો અને રિમાન્ડ લેતા દશ્મો અરેરાટી ઉપજાવે તેવા છે.

'દ્રશ્યમ 2' ના ગીતકાર :અમિતાભ ભટ્ટાચાર્ય.

ગાયક: ઉષા ઉથ્પ્પા અને વિજય પ્રકાશ

*સચ લગતા હૈ જૈસા

હૈ યે તેરી આંખોકા ભરમ

દ્રશ્યમ

શબ્દો પે નહીં

દ્ર્રૈષ્ટિ પે ધ્યાન દો,

ક્યૂંકી શબ્દો મે જુઠ

છુપને કી જગા ઢુંઢ હી લેતા હૈ

લેકિન દશ્ય

દશ્ય કભી ઝુઠ નહીં બોલે

ઇસ્લીયે સવાલ યે નહીં હૈ કે

આપકે આંખો કે સામને કયા હૈ,

સવાલ યે હૈ કે આપ દેખ કયા રહે હૈ .

રાઝ રહ કે ભી રહ નહીં પાતા હૈ,

યે સચ કા ધર્મ દ્રશ્યં દ્રશ્યમ*

• સસ્પેન્સ જાણવા મલ્ટિપ્લેક્ષમાં જવું પડશે.નિરાશ થશો નહીં એની ગેરેન્ટી. ડોન્ટ મિસ.

Latest Stories