New Update
/connect-gujarat/media/media_files/2025/11/24/kundaalu-gujarati-movie-2025-11-24-15-01-11.jpg)
નાટ્ય અને ફિલ્મ ક્ષેત્રે ભરૂચ જિલ્લાનું ગૌરવ વૈભવ બિનિવાલેના આમંત્રણથી બ્લુચીપમાં આર.કે.સિનેમાના સ્ક્રીન નંબર બેમાં ગુજરાતી ફિલ્મ 'કુંડાળુ' જોઈ.
દરેક માતાને ઉંમરલાયક પુત્રને પરણાવવાની હોંશ હોય છે, એવી જ હોંશ ગોમતી કાકી(હેપી ભાવસાર)ને થાય અને મોટા પુત્ર વિકાસ (સ્વયમ ગઢવી) જેને સૌ 'વિકો' કહી બોલાવે જે જોઈ શકે, સાંભળી શકે, પણ બોલી ન શકે, એને માટે સુકન્યા શોધવા મચી પડે. ગોમતી કાકીના પતિ જગા કાકા(વૈભવ બિનિવાલે) ગોમતી કાકીની ઉતાવળને બ્રેક મારે અને વહુને લાવતા પહેલા થનારા વેવાઈ પક્ષને ચોખ્ખે ચોખ્ખું કહી દેવું જોઈએ કે વિકાસ બોલી શકતો નથી. આ ચોખવટ કરવામાં વિકાનું ગોઠવાતું ચકરાવે ચઢે. વિકાસનો નાનો ભાઈ ચમન (ધ્રુવ પંડિત) મોટાભાઈનું નક્કી થાય તો એ પરણે એવી જીદ પકડીને વિકાની સાથે ખભેખભા મીલાવી પડખે રહે, સાથે રહે મિત્ર (અર્ષ વોરા)
મધ્યાંતર બાદ મંગુ (સોનાલી લેલે દેસાઈ)ની એન્ટ્રી પડે. પછી શું થાય? બધું જ લખી દઈશ તો ફિલ્મ જોવાની મજા નહિં આવે. મ્યુઝિક ડાયરેક્ટર, સિંગર, ગીતકાર વિપુલ બારોટ, એડિટર સબ્ય સાચી ભટ્ટાચાર્ય છ જણાની પ્રોડયુસર ટીમ અને દિગ્દર્શક રોહિત ગણેશ પ્રજાપતિ પર શ્રી ગણેશની કૃપા અપરંપાર વર્ષે અને મા લક્ષ્મી ખોળો પાથરીને આપને ફિલ્મ નિર્માણ કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
Latest Stories