Blog : Rushi Dave “बड़ी लम्बी जुदाई” લાજવાબ.

જી.આઈ.ડી.સી. નો G, અંક્લેશ્વરનો A,નોટીફાઈડ નો N, એરિયાનો A, આ ચાર આલ્ફાબેટ એકમેકમાં સંગીતના માધ્યમથી ભળી ગયા અને GANA MUSIC LOVERS GROUPનો જન્મ આજથી નવ વર્ષ પહેલા થયો.

New Update
લાજવાબ

લાજવાબ

જી.આઈ.ડી.સી. નો G, અંક્લેશ્વરનો A,નોટીફાઈડ નો N, એરિયાનો A, આ ચાર આલ્ફાબેટ એકમેકમાં સંગીતના માધ્યમથી ભળી ગયા અને GANA MUSIC LOVERS GROUPનો જન્મ આજથી નવ વર્ષ પહેલા થયો. વિદ્યાર્થી,વાલી, શિક્ષકો દ્વારા જુની નવી ફિલ્મોના ગીતો રજૂ કરવા માટેનું પ્લેટફોર્મ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર, શ્રી ડી.એ. આનંદપુરા સ્પોટર્સ કોમ્પ્લેક્ષ જી.આઈ.ડી.સી. અંક્લેશ્વરમાં શરૂ કરવામાં આવ્યું. પ્રોફેશનલ આર્ટીસ્ટને આમંત્રણ આપી ઋતુ અનુસાર સંગીતને કેંદ્રમાં રાખીને કાર્યક્રમો થયા. ગાલિબ અને મરીઝના જીવનકવન પર કવિશ્રી શોભીત દેસાઈએ કાર્યક્રમ GANAના ઉપક્રમે કરેલો. આટલી પ્રસ્તાવના ખુશી ગજેરાએ આપી. દીપ પ્રાગટય માટે મહેમાનોને આમંત્રિત કર્યા. જેમાં ડી.વાય.એસ.પી. ઓઝા, સર્વશ્રી વાયડા, નાવડિયા, શાસ્ત્રી, શ્રીવત્સન, પુજારા, મનોજ આનંદપુરા, કૌશલ, કાજલ, દક્ષ હતા.
મા સરસ્વતીની સ્તુતિ ‘યા કુંદે’ કાજલ છાયા એ રજુ કરી. કૌશલ છાયાએ માપસરનું સંચાલન કરીશ એવી હૈયાધારણ આપી. અંકલેશ્વરના સંગીત પ્રેમીઓ યોગ્ય જગ્યાએ દાદ આપે છે. ખોટા વખાણ કરતાં નથી. એવું કહી પ્રેક્ષકો તરફથી કરતલધ્વની મેળવી. રાત્રે ૯ કલાક અને ૨૦ મિનિટે ‘चार दिनों का प्यार हो रब्बा बड़ी लम्बी जुदाई, કાર્યક્રમનું ટાઈટલ ગીત કાજલ છાયાએ પૂરું કરવાની સાથે જ ફિલ્મ ઉમરાવજાનનું, ખય્યામનું સંગીત, આશા ભોંસલેનું સ્વરાંકન ‘दिल चीज़ क्या हे मेरी जान लीजिये’ રજૂ કર્યું.
1952, નૌશાદ, શકીલ બદાયૂ, મહોમ્મ્દ રફી આ ત્રિપુટીનું ઓલ ટાઈમ હીટ ગીત ‘मन तड़पत हरी दर्शन को आज’ દર્શ છાયાએ એટલું સરસ રીતે ઉપાડ્યું કે સંગીત રસિયાઓના રૂવાંટા ખડા કરી દિધા. ‘आधा हे चन्द्रमा, रात आधी, अंखिया संग आँख लगी," અને ફિલ્મ શર્મીલી, સંગીત એસ. ડી. બર્મન, ગીતકાર નીરજ, સ્વર લતાદીદી ‘मेघा छाए आधी रात बेरन बन गई निदिंया…’ દક્ષ- છાયા એ રજૂ કર્યું. ‘લાજવાબ’. સૌ ઝુમી ઉઠયા. ફિલ્મ સફર, સ્વર કિશોરદા, સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર ઇન્દીવર  ગીતના બોલ :  
‘जीवन से भरी तेरी आँखे, 
मजबूर करे जीने के लिए
बहुत रात बीती चलो में सुला दू
पवन छोड़े सरगम में लोरी सुना दू
तू ही मेरी मंदिर, तू ही मेरी पूजा, तुम्ही देवता हो…"
વર્ષ 1965 ફીલ્મ ખાનદાન, ગીતકાર રાજેન્દ્ર કિશન, સંગીત રવિ, સ્વર લતાદીદીની ટ્યુન બાદ 1968 ફિલ્મ સાંજ ઔર સવેરા - अज हु न आये बालमा, सावन बिता जाए…. કાજલ છાયા અને દક્ષ છાયા (માતા-દીકરો) એ રજુ કર્યુ. પછી કૌશલ છાયા (પિતા) એ મન્નાડે "दिल ही तो हे" સાહીર લુધીયાનવીના નામ માત્ર કહ્યા અને ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર પર સાક્ષાત મન્નાડેના અવાજમા દક્ષ છાયાએ એટલુ આબેહૂબ ગીત રજુ કર્યુ : 
‘लागा चुनरी में दाग, मिटाऊ कैसे...’આંખના ખુણા ભીજવી ગયુ. એ પછી દિલ અપના ઓર પ્રીત પરાયી – 
अजीब दास्ता हे ये 
कहा सुरु कहा ख़तम
ये मंज़िले हे कोनसी 
ना वो समज सके ना हम…. કાજલ છાયાએ પ્રેક્ષકોની પુરતી દાદ સાથે રજુ કર્યું. 
સૂફી ગીતમાં કૈલાશ ખેરનુ સ્મરણ થાય 
‘सैया... तू जो छू ले प्यार से मर जाऊ’ દક્ષ છાયાએ રજુ કર્યુ.
રાજ કપૂર , રવીંદ્ર જૈન, રામ તેરી ગંગા મૈલી યાદ કરો મંદાકીનીને કાજલ છાયાએ ‘एक राधा, एक मीरा, एक प्रेम दीवानी, एक दर्द दीवानी…’ રજુ કર્યુ.
ફરિદા ખાતુનનું ‘आज जाने की जिद ना करो…’ કાજલ છાયાએ પેશ કર્યુ.
એ પછી રજુ થઇ યાદગાર ગીતોની ઝલક:
- जब दिल जले आना, जब शाम ढले आना,
संकेत मिलन का भूल न जाना , मेरा प्यार ना बिसराना
- मेरा साया
- जरा सी आहट होती हे, कही पे वो तो नहीं
- चन्दन सा बदन, चंचल चितवन
- मेरी आवाज़ ही पहचान हे… (કાજલ, દક્ષ)
- मेरा नाम इश्क, तेरा नाम इश्क …
- अहेसान तेरा होगा मुझ पर
दिल चाहता हे तो चाहने दो
तुम से मोहब्बत हो गई हे
मुझे पलकोंकी छाव में रहने दो
- चौदवी का चाँद हो या आफ़ताब हो,
जो भी हो तुम खुदा की कसम लाजवाब हो
કહેરવા 8 માત્રામાથી 6 માત્રા દાદરામા,
- अभि ना जावो छोड़कर के दिल अभी भरा नहीं
- तेरी आँखों के सिवा दुनिया में रखा क्या हे
ઓડીયન્સ સાથે Reels બનાવવા આવી- કૌશલ છાયાએ ટયુન રજુ કરી,
 
जिंदगी और कुछ भी नहीं
तेरी मेरी कहानी हे
एक प्यार का नगमा हे."
- निगाहे मिलाने को जी चाहता हे
दिलो जा, लुटानेको जी चाहता हे,
- धमाधम मस्त कलंदर …लाल पारी हो लाल परी… કાજલ છાયા અને દક્ષએ ધૂમ મચાવી દીધી.
આબીદા પરવીનનું ગીત : 
"जब से तूने मुझे दीवाना बना रखा हे" કાજલ છાયાએ રજુ કર્યુ. પ્રેક્ષકો તરફથી આપેલી ફરમાઇશનુ ગીત : 
"अजी रूठकर कहा जाईयेगा
जहा जाईयेगा, हमे पाइयेगा" રજુ થયું .
મુંબઇના કવિ હિતેન આનંદપુરાનું કાવ્ય શ્યામલ અને સૌમિલ મુનશીએ સ્વરબદ્ધ કર્યુ છે એ, કૌશલ છાયા અને કોમલે રજુ કર્યુ. જેના કેટલાક અંશો…
લક્ષ્મીની જેમજ લાગણીઓ ડરે છે
આ માણસ બરાબર નથી
ગણે છે, ને ઓછી પડે તો લડે છે 
આ માણસ બરાબર નથી
દિવસના કલાકો પૂજા, પાઠ,સેવા કિર્તનમાં 
છતા ક્ષણમાં જ એની શ્રધ્ધા ડગમગે છે. 
આ માણસ બરાબર નથી…
रहे ना रहे हम महका करेंगे
बनके कली, बनके सबा, बाग ए वफ़ा में ની ટ્યુન વગાડ્યા બાદ કૌશલે, મન્નાડે અને ગૌરાંગ વ્યાસની જોડીનું મશહૂર ગીત રજુ કરવા દક્ષને ઈશારો કર્યો.
‘હૂતૂતૂતૂતૂ (4) જામી રમતની ઋતુ’ ગીત એક શ્વાસે રજુ કરી સહુની દાદ મેળવી.
કિ-બોર્ડ પ્લેયર: પીયૂષ બારોટ, બેન્જો માસ્ટર, ઉસ્તાદ રફીકભાઇ, તબલા: નયન છત્રીવાળા, ઓક્ટોપેડ: ભૂપેન્દ્ર સોલંકી અને 
સાઉન્ડ એન્જીનિયર: પ્રકાશ પટેલની કલા ઉપાસનાની સરાહના કરવામા - કૌશલ, કાજલ અને દ્ક્ષે ભરપેટ વખાણ કરી એમની સાથે ગીતો રજુ કરવામાં રાજીપો વ્યક્ત કર્યો હતો. સૌ કલા ઉપાસકોને નતમસ્તકે વંદન.
કાર્યક્રમની અંતિમ પેશકશમાં કાજલ છાયાએ સંત કબીરનું આ ગીત રજુ કર્યું.
ना मंदिरमें , ना मज़िदमें,
ना काशी कैलाशमें, ना तीर्थमें, ना मुहरतमें,
ना में ईशामें , ना जपमें ना तपमें राम,
ना में व्रत उपवासमें, ना में क्रियाकरम में रहता हू
ना में सन्यास में…
ओ जी हो तो मिलता, तुरंत मिलता
पल ही की तलाश में
कहत कबीर सुनो भई साधु
में तो हु विश्वास में (३)
तस्मै श्री गुरुवे नमः
રાત્રે 12 કલાકે અને 16 મિનિટે, કાર્યક્રમ પૂરો થતા સહુ એ સ્ટેન્ડિંગ ઓવેશન આપી કલાકારોને વધાવી લીધા. શુભરાત્રી.
Latest Stories