નર્મદા નદીમાં અંકલેશ્વર તરફના કિનારે નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના પાણીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. નદીના પાણીમાં યુવકનો મૃતદેહ તરતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી કિનારે લાવ્યો હતો.બાદમાં સમગ્ર ઘટનાની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી યુવકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સામે આવશે.