સુશાંત સિંહ રાજપૂત કેસ બાદથી બોલીવુડનું ડ્રગ્સ એંગલ બહાર આવ્યું છે. જેને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સતત પૂછપરછ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અર્જુન રામપાલનું નામ ચર્ચાયા બાદ આજે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
બોલીવુડમાં ડ્રગ્સના કથિત ઉપયોગની તપાસના સંદર્ભમાં 9 નવેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ અર્જુન રામપાલના ઘરની શોધ કરી હતી. આ પછી, એનસીબીએ આજે હાજર થવા માટે અર્જુન રામપાલને સમન્સ મોકલ્યું હતું. સમન્સ મળ્યા બાદ અર્જુન રામપાલ આજે થોડા સમય પહેલા જ એનસીબીની ઓફિસ પર પહોંચી ગયો છે. અહીં એનસીબીની ટીમ ડ્રગ્સના કેસમાં તેની પૂછપરછ કરી રહી છે.
એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે 47 વર્ષીય અર્જુન રામપાલની હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના મામલે પૂછપરછ કરવામાં આવશે. એનબીટીના એક રિપોર્ટ અનુસાર, એનસીબીએ ડ્રગ્સના કેસમાં અર્જુન રામપાલના મિત્ર પોલ બાર્ટેલની પણ ધરપકડ કરી છે. આ સિવાય ડ્રગના કેસમાં બુધવારે અને ગુરુવારે તેની પાર્ટનર ગેબ્રીએલા ડિમેટ્રિઆડીસની પૂછપરછ કરવામાં આવી હતી.