New Update
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવવાના છે. બ્રિટનના પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સત્તાવાર રીતે આ જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, યુરોપિય સંઘમાંથી બ્રિટન અલગ થયાં બાદ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય યાત્રા છે.
ભારતના 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, બ્રિટનમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યા બાદ તેમણે છેલ્લી ઘડીએ પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો. ત્યારે હવે 3 મહિના બાદ બોરિસ જ્હોન્સન ભારતના પ્રવાસે આવવાના છે.
Latest Stories