ગુજરાતના કચ્છ જિલ્લામાં અરબી સમુદ્ર પાસે BSFએ પાકિસ્તાની બોટને જપ્ત કરી છે. જોકે, બોટમાં સવાર માછીમારો બીજી બોટમાંથી પાકિસ્તાન તરફ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

BSFએ કહ્યું કે પાકિસ્તાની બોટ ભારતીય સરહદની અંદર લગભગ 100 મીટર અંદર જોવા મળી હતી, ત્યારબાદ તેને જપ્ત કરવામાં આવી હતી. આ બોટમાંથી માછીમારીની જાળ અને અન્ય સાધનો સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે બીએસએફની એક ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બે પાકિસ્તાની બોટ ભારતીય સીમામાં પ્રવેશતી જોવા મળી હતી. આ પછી બીએસએફ પેટ્રોલિંગ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું જેમાં પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરવામાં આવી છે.