/connect-gujarat/media/media_files/2025/04/11/46PEZzj70pwYrPE65Q7y.jpg)
એક્ટ્રેસ ગૌહર ખાને પોતાની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પતિ ઝૈદ દરબાર સાથેનો એક વીડિયો શેર કર્યો છે,
જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં ફરીથી પેરેન્ટ બનવાના છે. બંનેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેમને અભિનંદન આપી રહ્યા છે.ગૌહર ખાન અને ઝૈદ દરબારે તેમના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું,- 'તમારી પ્રાર્થના અને પ્રેમની જરૂર છે.'વીડિયો સામે આવતાની સાથે જ સેલેબ્સ અને ચાહકોએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપવાનું શરૂ કરી દીધું. ભારતી સિંહ, અનિતા હસનંદાની, અવેજ દરબાર, વિશાલ દદલાની સહિત ઘણા ચાહકોએ કમેન્ટ કરીને કપલને ફરીથી પેરેન્ટ બનવા બદલ અભિનંદન આપ્યા છે.