અદાણીએ સીએનજીના ભાવમાં 80 પૈસાનો કર્યો વધારો, નવો ભાવ રુ. 75.09 થયો

અદાણીએ સીએનજીના ભાવમાં  80 પૈસાનો કર્યો વધારો, નવો ભાવ રુ. 75.09 થયો
New Update

મોંઘવારીના મોરચે આમ આદમીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અદાણીએ સીએનજીના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ અમદાવાદ શહેરમાં સીએનજીનો નવો ભાવ 75.09 રૂપિયા થઈ ગયો છે. ભારત સરકારના ભાવ ઘટાડાના 2 મહિના બાદ આ વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલા એપ્રિલ મહિનામાં ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો. કેબિનેટનો આ નિર્ણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત છે.

આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મંત્રીમંડળે APM ગેસ માટે 4 ડોલર પ્રતિ MMBTUના આધારે મૂલ્યને મંજૂરી આપી હતી અને અધિકત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ MMBTU રાખવા પર મહોર લગાવવામાં આવી.ઘરેલુ ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવના મંથલી એવરેજના 10 ટકા છે. દર મહિને તેમાં ફેરફાર કરવામાં આવે છે. તેનાથી PNG, CNG, ફર્ટિલાઈઝર પ્લાન્ટ વગેરેને ફાયદો થયો છે. જેનો સીધો લાભ સામાન્ય લોકોથી લઈને ખેડૂતો, ગાડી ચલાવનારાઓને થયો છે. મોદી સરકારના આ નિર્ણયને પગલે CNGના ભાવમાં પ્રતિ કિલો 8થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે PNGના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિટ મીટરે 5થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો.

#India #ConnectGujarat #Adani #CNG price
Here are a few more articles:
Read the Next Article