/connect-gujarat/media/media_files/2025/10/30/svs-2025-10-30-08-41-31.jpg)
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્રાંતિ વચ્ચે અમેરિકન ચિપમેકર NVIDIA એ એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. મંગળવારે કંપનીની માર્કેટ કેપ 5 ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ હતી.આ સિદ્ધિ હાંસલ કરનારી વિશ્વની પ્રથમ કંપની બની હતી.
જૂન 2023માં NVIDIA એ સૌપ્રથમ 1 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપને વટાવી દીધી. આ પછી કંપનીએ આગામી 12 મહિનામાં જબરદસ્ત ગતિ મેળવી હતી. ફેબ્રુઆરી 2024માં 2 ટ્રિલિયન ડોલર અને પછી જૂન 2024માં 3 ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરીને Nvidia એ ટેકનોલોજી ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. હવે ઓક્ટોબર 2025માં 5 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે તે વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી કંપની બની છે. નિષ્ણાતોના મતે, આ ઉછાળો AI ચિપ્સની માંગ, ડેટા સેન્ટર રોકાણો અને જનરેટિવ AI ના કારણે છે.
ટ્રમ્પના નિવેદન પછી શેરમાં ઉછાળો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ NVIDIAના શેરમાં લગભગ 5 ટકાનો ઉછાળો આવ્યો, જેના કારણે કંપનીનું માર્કેટ કેપ એક જ દિવસમાં 300 બિલિયન ડોલરનો વધારો થયો. બજાર નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પના નિવેદનથી AI ક્ષેત્ર માટે સરકારી રોકાણ અને કર પ્રોત્સાહનોમાં વધારો થવાનો સંકેત મળ્યો, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
Nvidiaની સફળતા AI ટેકનોલોજીની વધતી માંગને કારણે છે. કંપનીની ચિપ્સ હાલમાં OpenAI, Google, Microsoft અને Meta જેવી વિશ્વની ઘણી ટોચની AI કંપનીઓના ડેટા સેન્ટરોમાં ઉપયોગમાં લેવાય છે. ગયા વર્ષે કંપનીના શેરમાં 350 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. વિશ્લેષકો આગાહી કરે છે કે AI સર્વર્સ અને ચિપ્સની માંગમાં વધારો થવાને કારણે આગામી મહિનાઓમાં કંપનીની આવક વધુ ઝડપથી વધી શકે છે.