Connect Gujarat
બિઝનેસ

RBI કરી જાહેરાત, UPI દ્વારા 1 લાખ રૂપિયા સુધીનું ઓટો પેમેન્ટ કરી શકાશે

RBI કરી જાહેરાત, UPI દ્વારા 1 લાખ રૂપિયા સુધીનું ઓટો પેમેન્ટ કરી શકાશે
X

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફરી એકવાર લોકોને સારા સમાચાર આપ્યા છે. હવે UPI દ્વારા 1 લાખ રૂપિયા સુધીનું ઓટો પેમેન્ટ કરી શકાશે. અત્યાર સુધી આ મર્યાદા માત્ર 15 હજાર રૂપિયા હતી. આ સુવિધાનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડ, વીમા પ્રીમિયમ અને ક્રેડિટ કાર્ડ બિલ સહિતની ઘણી સેવાઓમાં થઈ શકે છે.

આરબીઆઈએ મંગળવારે કેટલીક કેટેગરીમાં UPI ઓટો પેની મર્યાદા વધારીને રૂ. 1 લાખ પ્રતિ ટ્રાન્ઝેક્શન કરી છે. હવે ગ્રાહકો મોબાઈલ બિલ, વીજળી બિલ, EMI ચુકવણી, મનોરંજન/OTT સબ્સ્ક્રિપ્શન, વીમો અને મ્યુચ્યુઅલ ફંડ જેવી રિકરિંગ ચુકવણીઓ સરળતાથી કરી શકશે. આ માટે, કોઈપણ UPI એપ્લિકેશનનો ઉપયોગ કરીને રિકરિંગ ઇ-મેન્ડેટ શરૂ કરવું પડશે. આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને આની જાહેરાત કરી છે. આ મુજબ, અત્યાર સુધી 15,000 રૂપિયાથી વધુના ઓટો પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માટે OTP જરૂરી હતો. હવે તમે કોઈપણ OTP વગર રૂ. 1 લાખ સુધીના ઓટો પેને સરળતાથી મંજૂર કરી શકો છો.

Next Story