Connect Gujarat
બિઝનેસ

સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17,800ની નીચે

બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શેરબજારની શરૂઆતમાં 1,153.96 પોઈન્ટ અથવા 1.91 ટકાના ઘટાડા સાથે 59,417 પર ખુલ્યો

સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17,800ની નીચે
X

મેરિકી બજારોમાં ગઈકાલના ઘટાડાની અસરને કારણે આજે ભારતીય બજારો જોરદાર ઘટાડા સાથે ખુલ્યા છે. SGX નિફ્ટીથી સવારે જ સંકેત મળ્યા હતા કે આજે ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકા સાથે શરૂઆત થશે અને તે જ થયું. પ્રી-ઓપનિંગમાં જ બજાર 2 ટકા તૂટ્યું હતું.

આજે, બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શેરબજારની શરૂઆતમાં 1,153.96 પોઈન્ટ અથવા 1.91 ટકાના ઘટાડા સાથે 59,417 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 298.90 પોઈન્ટ અથવા 1.65 ટકાના ઘટાડા સાથે 17,771 પર ખુલ્યો છે.

શેરબજારમાં શરૂઆતની મિનિટોમાં સારી રિકવરી જોવા મળી રહી છે અને તે નીચલા સ્તરેથી ઉપર આવી રહ્યું છે. બજાર ખુલ્યાની 5 મિનિટની અંદર સેન્સેક્સ 658 પોઈન્ટ અથવા 1.09 ટકા ઘટીને 59,912 પર આવી ગયો છે. બીજી તરફ નિફ્ટી 1.05 ટકાના ઘટાડા સાથે 189 પોઈન્ટ ઘટીને 17,880 પર આવી ગયો છે.

સેન્સેક્સના 30માંથી 25 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે અને 5 શેર વધી રહ્યાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી 10 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 40 શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

આજે સેન્સેક્સમાં એનટીપીસી 2 ટકા, એશિયન પેઈન્ટ્સ 0.67 ટકા, નેસ્લે 0.36 ટકા અને એસબીઆઈ 0.26 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. આ સિવાય પાવરગ્રીડ 0.18 ટકા, ITC 0.15 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્ક 0.12 ટકા ઉપર છે.

Next Story